• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Akshaya Tritiya On 3 May, Rohini Nakshatra, Shobhan Yoga And Chandra In Taurus On Akshya Tratiya, Facts About Akshya Tratiya

અખાત્રીજ:અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર, શોભન યોગ અને વૃષભ રાશિમાં ચંદ્ર રહેશે, આ દિવસે કરવામાં આવતી ખરીદી અખૂટ પુણ્ય આપે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી વૈશાખ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ મહિનામાં અક્ષય તૃતીયા (3 મે), ભગવાન નૃસિંહ પ્રકટ ઉત્સવ (14 મે), બુદ્ધ પૂર્ણિમા (16 મે), સોમવતી અમાસ (30 મે) રહેશે. તિથિ-તહેવારની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ ખાસ રહેશે.

જ્યોતિષાચાર્ય પં. નીલેશ શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં લગ્ન માટે 15 દિવસ શુભ મુહૂર્ત રહેશે. અક્ષય તૃતીયા વણજોયું મુહૂર્ત છે, આ કારણે આ દિવસે મુહૂર્ત જોયા વિના પણ લગ્ન કરવામાં આવે છે. મે મહિનામાં 2, 3, 4, 9, 10, 11, 12, 15, 17, 18, 19, 20, 21, 26, 27 અને 31 તારીખે લગ્ન માટે મુહૂર્ત રહેશે.

મે મહિનામાં 2, 3, 4, 9, 10, 11, 12, 15, 17, 18, 19, 20, 21, 26, 27 અને 31 તારીખે લગ્ન માટે મુહૂર્ત રહેશે
મે મહિનામાં 2, 3, 4, 9, 10, 11, 12, 15, 17, 18, 19, 20, 21, 26, 27 અને 31 તારીખે લગ્ન માટે મુહૂર્ત રહેશે

અખાત્રીજ સાથે જોડાયેલી ખાસ વાતો

  • અખાત્રીજે વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામજી અને દશમહાવિદ્યામાં નવમ દેવી ભગવતી રાજરાજેશ્વરી માતંગીનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે.
  • આ વખતે અક્ષય તૃતીયાએ શોભન યોગ બની રહ્યો છે. આ દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી બધા જ પ્રકારના માંગલિક કાર્યો કરી શકાશે. અક્ષય તૃતીયા તિથિ રોહિણી નક્ષત્ર, શોભન યોગ, તૈતિલ કરણ અને વૃષભ રાશિના ચંદ્ર સાથે આવી રહી છે.
  • અક્ષય તૃતીયા શુભ મુહૂર્ત અને મહત્ત્વપૂર્ણ તિથિ છે. આ દિવસે લગ્ન સાથે વસ્ત્ર, આભૂષણ, ભવન, વાહન વગેરેની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. ગૃહ પ્રવેશ, સગાઈ, મુંડન અને જનોઈ વગેરે શુભ સંસ્કાર પણ કરી શકાય છે.
  • અક્ષય તૃતીયાએ કરવામાં આવતી ખરીદી અંગે માન્યતા છે કે આ દિવસે ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ખરાબ થતી નથી. આપણાં ઘર-પરિવાર માટે શુભ રહે છે.
  • આ દિવસે દાન-પુણ્ય કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર, બૂટ-ચપ્પલ, અનાજ અને ધનનું દાન કરો. કોઉ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો.
  • અક્ષય તૃતીયાએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરીને અભિષેક કરો. ૐ નમો વાસુદેવાય મંત્રનો જાપ કરીને પૂજા કરો.