તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખાત્રીજ:14મીએ અક્ષય તૃતીયા રહેશે, આ વણજોયા મુહૂર્તના દિવસે ગજકેસરી અને લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યા છે

એક મહિનો પહેલા
  • અખાત્રીજના દિવસે તલ અને કુશથી જળદાન કરવાથી પિતૃઓને અનંતકાળ સુધી તૃપ્તિ મળી શકે છે

14 મેના રોજ અખાત્રીજ છે. આ દિવસે પરશુરામ જયંતી પણ ઊજવવામાં આવશે. આ પર્વ લક્ષ્મીનારાયણ અને ગજકેસરી યોજમાં ઊજવવામાં આવશે. આ વર્ષે તૃતીયા તિથિની શરૂઆત શુક્રવારે સૂર્યોદયથી શરૂ થઈ જશે અને આ દિવસે રોહિણી નક્ષત્રનો યોગ પણ તૃતીયા તિથિમાં થવો વિશેષ શુભ રહેશે.

આ દિવસે સતયુગ તથા ત્રેતાયુગની શરૂઆત માનવામાં આવે છે. આ દિવસ કરવામાં આવેલ જાપ, તપ, જ્ઞાન, સ્નાન, દાન, હોમ વગેરે અક્ષય રહે છે. આ કારણે આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. જ્યોતિષ નિષ્ણાતોએ આ દિવસને વણજોયા મુહૂર્તની સંજ્ઞા આપી છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. એટલે આ દિવસને પરશુરામ તીજ પણ કહેવામાં આવે છે. ભગવાન નર અને નારાયણજીએ પણ આ દિવસે જ અવતાર લીધો હતો.

અખાત્રીજના દિવસે તલ સહિત કુશના જળથી પિતૃઓને જળદાન કરવાથી તેમને અનંત કાળ સુધી તૃપ્તિ મળે છે
અખાત્રીજના દિવસે તલ સહિત કુશના જળથી પિતૃઓને જળદાન કરવાથી તેમને અનંત કાળ સુધી તૃપ્તિ મળે છે

પિતૃઓની તૃપ્તિનો પર્વઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ દિવસે શ્રી બદ્રીનારાયણજીના કપાટ ખુલે છે. અખાત્રીજના દિવસે તલ સહિત કુશના જળથી પિતૃઓને જળદાન કરવાથી તેમને અનંત કાળ સુધી તૃપ્તિ મળે છે. આ તિથિથી જ ગૌરી વ્રતની શરૂઆત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે. અખાત્રીજના દિવસે ગંગા નદીમાં સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી કે ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી પાપ દૂર થઇ શકે છે.

શ્રદ્ધાળુઓ ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરશે તો પુણ્યની પ્રાપ્તિ થશે
શ્રદ્ધાળુઓ ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરશે તો પુણ્યની પ્રાપ્તિ થશે

ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો અને દાનનો સંકલ્પ લોઃ-
કોરોના સંક્રમણ કાળ હોવાના કારણે આ વર્ષે શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે જઇ શકશે નહી. એવામાં તેઓ ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરશે તો પુણ્યની પ્રાપ્તિ થશે. આ પ્રકારે દાન કરવા માટે ધર્મ સ્થળે જઈ શકાય નહીં તો જે વસ્તુનું દાન કરવું છે તેનો સંકલ્પ લેવો અને પરિસ્થિતિ યોગ્ય થઈ ગયા પછી ધર્મ સ્થાને જઈને દાન કરવું.

આ દિવસે બ્રાહ્મણોને દાન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે
આ દિવસે બ્રાહ્મણોને દાન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે

દાન કરવાથી અક્ષય પુણ્ય મળી શકે છેઃ-
અખાત્રીજના દિવસે ઘડિયાળ, કળશ, છત્રી, ચોખા, દાળ, ઘી, ખાંડ, ફળ, વસ્ત્ર, જવ, કાકડી, તરબૂચ અને દક્ષિણા સહિત ધર્મસ્થાન કે બ્રાહ્મણોને દાન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે. નવા ઘરના નિર્માણ, ગૃહ પ્રવેશ, દેવ પ્રતિષ્ઠા જેવા શુભ કાર્યો માટે પણ અક્ષય તૃતીયાનો દિવસ વણજોયું મુહૂર્ત હોવાના કારણે ખાસ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...