તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્વ:14મીએ અખાત્રીજ; આ દિવસે સર્વાર્થસિદ્ધિ અને માનસ યોગ બનશે, રોહિણી અને મૃગશિરા નક્ષત્રનો સંયોગ પર્વને ખાસ બનાવશે

4 મહિનો પહેલા
  • મહામારીના કારણે ઘરમાં જ ગંગાજળથી સ્નાન કરો અને દાનનો સંકલ્પ લો
  • કોરોના મહામારીની સ્થિતિ સામાન્ય થયા બાદ દાન કરવું જોઇએ

શુક્રવાર 14 મે વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ છે. જેને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પર્વ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર સર્વાર્થસિદ્ધિ અને માનસ યોગ બનશે. આ દિવસે કરવામાં આવતું સ્નાન-દાન અને પૂજા-પાઠનું અક્ષય ફળ મળશે. ત્યાં જ, આ દિવસે વૃષભ રાશિમાં 4 ગ્રહોનું ગોચર રહેશે. આ સ્થિતિમા કરવામાં આવતાં દાનથી રોગનાશ અને લાંબી ઉંમર મળે છે. આ વર્ષે પણ અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્ર અને મૃગશિરા નક્ષત્રનો સંયોગ બનવો શુભ રહેશે. આ પર્વ વણજોયા મુહૂર્ત તરીકે ખૂબ જ ખાસ છે. આ દિવસે કરવામાં આવતાં શુભ કામમાં સફળતા મળે છે. તિથિ અને નક્ષત્રના શુભ સંયોગના કારણે આ પર્વ સ્નાન, દાન અને અન્ય પ્રકારના માંગલિક કાર્યો કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે મહામારીના કારણે માંગલિક આયોજન અને સામૂહિક કાર્યક્રમોથી બચીને ઘરમાં જ પૂજા-પાઠ કરવા જોઇએ. સાથે જ, લગ્ન અને અન્ય માંગલિક કાર્યોને ટાળી દેવા જોઇએ. આ પર્વ પર શ્રદ્ધા અનુસાર દાનનો સંકલ્પ લઇને દાનમાં આપવામાં આવતી સામગ્રીઓને અલગ રાખવી. મહામારીની સ્થિતિ સમાન્ય થઇ જાય ત્યારે આ વસ્તુઓનું દાન આપવું જોઇએ. બૃહસ્પતિ સંહિતા ગ્રંથ પ્રમાણે મહામારી અને પ્રાકૃતિક આપત્તીઓ દરમિયાન માંગલિક કાર્યો કરવા જોઇએ નહીં અથવા ભવિષ્યમાં આવતાં શુભ મુહૂર્ત માટે ટાળી દેવા જોઇએ.

બૃહસ્પતિ સંહિતાનો શ્લોકઃ-

दिग्दाहे वा महादारुपतने चाम्बुवर्षणे ।

उल्कापाते महावाते महाशनिनिपातने ।।

अनभ्राशनिपाते च भूकम्पे परिवेषयोः ।

ग्रामोत्पाते शिवाशब्दे दुर्निमित्ते नशोभने ।

અક્ષય તૃતીયા તિથિ સર્વાર્થસિદ્ધિ અને માનસ યોગમા ઊજવાશે, જે આ દિવસના મહત્ત્વમાં વધારો કરે છે
અક્ષય તૃતીયા તિથિ સર્વાર્થસિદ્ધિ અને માનસ યોગમા ઊજવાશે, જે આ દિવસના મહત્ત્વમાં વધારો કરે છે

વૃષભ રાશિમા ચાર ગ્રહોની યુતિઃ-
અખાત્રીજના દિવસે વૃષભ રાશિમાં ચાર ગ્રહોની યુતિ બની રહી છે. આ દિવસે વૃષભ રાશિમા રાહુ સાથે બુધ, શુક્ર અને ચંદ્ર વિરાજમાન રહેશે. બુધ અને શુક્ર સાથે રાહુની મિત્રતા છે. જ્યારે ચંદ્ર સાથે રાહુની શત્રુતા છે. વૃષભ રાશિમાં 1 મેના રોજ બુધ અને 4મેના રોજ શુક્ર ગ્રહનું ગોચર ભ્રમણ શરૂ થયું હતું.

અક્ષય તૃતીયા ક્યારેઃ-
જ્યોતિષ ગણના પ્રમાણે મે વર્ષ 2021માં અથાત્રીજની તિથિ 14 મેના રોજ સવારે 5 વાગીને 38 મિનિટથી બીજા દિવસે એટલે 15 મે 2021 સવારે 8 વાગ્યા સુધી રહેશે. અક્ષય તૃતીયા તિથિ સર્વાર્થસિદ્ધિ અને માનસ યોગમા ઊજવાશે, જે આ દિવસના મહત્ત્વમાં વધારો કરે છે. ખાસ વાત એ છે કે રોહિણી નક્ષત્ર અને મૃગશિરા નક્ષત્ર અખાત્રિજ તિથિમાં જ રહેશે. આ સ્થિતિને પણ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સ્વયં સિદ્ધિ મુહૂર્તનું નિર્માણ થવાથી શુભ કાર્ય અને માંગલિક કાર્યો કરવામાં આવી શકે છે.

અક્ષય તૃતીયાએ સૂર્ય અને ચંદ્ર પોત-પોતાની ઉચ્ચ રાશિમાં રહે છે, જેના કારણે આ તિથિએ મુહૂર્ત જોયા વિના જ લગ્ન કરી શકાય છે
અક્ષય તૃતીયાએ સૂર્ય અને ચંદ્ર પોત-પોતાની ઉચ્ચ રાશિમાં રહે છે, જેના કારણે આ તિથિએ મુહૂર્ત જોયા વિના જ લગ્ન કરી શકાય છે

અખાત્રીજના શુભ મુહૂર્તઃ-
14 મેના રોજ શુક્રવારે અક્ષય તૃતિયા તિથિએ પૂજાનું મુહૂર્ત સવારે 5 વાગીને 38 મિનિટથી 12 વાગીને 18 મિનિટ સુધી રહેશે. આ દિવસે પરશુરામ જયંતી પણ છે.

અક્ષય તૃતીયા સાથે જોડાયેલી ખાસ વાતોઃ-

  • અક્ષય તૃતીયાએ તીર્થ અને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન બાદ જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઇએ.
  • આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેના અવતારોની વિશેષ પૂજા કરવામાં આવે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.
  • ભગવાનને ચણાની દાણ, મિશ્રી, કાકડી અને સત્તૂનો ભોગ ધરાવવાની પરંપરા છે. બ્રાહ્મણોને જવનું દાન કરવું જોઇએ. આ દિવસે પાણીથી ભરેલાં માટલા, ઘઉં, સત્તૂ અને જવનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.
  • આ દિવસે કરવામાં આવતાં દાન-પુણ્યથી મળતું ફળ અક્ષય હોય છે.
  • આ તિથિએ સોના-ચાંદી ખરીદવા શુભ મનાય છે. દેવતાઓની પ્રિય અને પવિત્ર ધાતુ હોવાથી આ દિવસે સોનાની ખરીદારીનું મહત્ત્વ વધારે છે.
  • સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત પણ આ તિથિથી થઇ છે એવી માન્યતા પ્રચલિત છે. ભગવાન પરશુરામનો અવતાર પણ આ દિવસે થયો છે. બદ્રીનાથના કપાટ પણ આ તિથિએ જ ખુલે છે.
  • અક્ષય તૃતીયાએ સૂર્ય અને ચંદ્ર પોત-પોતાની ઉચ્ચ રાશિમાં રહે છે, જેના કારણે આ તિથિએ મુહૂર્ત જોયા વિના જ લગ્ન કરી શકાય છે.