તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Akshaya Tritiya 2021 Date Kab Hai | Kundli Me Rajyog, Shubh Yoga In Your Kundli Akshaya Tritiya Ka Mahatva Story Importance And Significance

આજે અખાત્રીજ:5 રાજયોગમાં આ પર્વ ઊજવાશે, વર્ષમાં માત્ર આ દિવસે જ સૂર્ય અને ચંદ્ર બંને ઉચ્ચ રાશિમાં હોય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારીના કારણે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો અને દાન કરો

આજે આખો દિવસે તીજ તિથિ રહેશે. આ દિવસે કોઇપણ શુભ કામ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. એટલે અક્ષય તૃતીયાના દિવસે લગ્ન, ખરીદદારી અને નવા કામની શરૂઆત કરવામાં આવે છે. વર્ષમાં માત્ર આ દિવસે સૂર્ય અને ચંદ્ર પોત-પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. સાથે જ જયા તિથિનો સંયોગ પણ બને છે. એટલે આ તિથિને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવેલાં દાન અને પૂજાનું અક્ષય ફળ મળે છે, પરંતુ આ વર્ષે મહામારીના કારણે સામૂહિક કાર્યક્રમ અને તીર્થ સ્નાન કરવા જોઇએ નહીં.

5 રાજયોગમાં અક્ષય પર્વઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે અક્ષય તૃતીયાના દિવસે ગ્રહોની ખાસ સ્થિતિ રહેશે. જેથી ગજકેસરી, શશ, ભારતી, સુમુખ અને અમલા નામના 5 રાજયોગ બની રહ્યા છે. આ શુભ યોગ બનવાથી આ પર્વ વધારે ખાસ થઇ ગયો છે. આ રાજયોગમાં કરવામાં આવેલાં દાનથી અનેક ગણું શુભફળ મળી શકે છે. સાથે જ દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.

ગ્રંથો પ્રમાણે આ દિવસે સૂર્યોદય પહેલાં જાગવું જોઇએ. પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ
ગ્રંથો પ્રમાણે આ દિવસે સૂર્યોદય પહેલાં જાગવું જોઇએ. પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ

તીર્થ સ્નાન અને દાનનું મહત્ત્વઃ-
અક્ષય તૃતીયા પર્વમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને શ્રદ્ધા પ્રમાણે દાનનું મહત્ત્વ છે. પરંતુ મહામારીના કારણે આ વખતે ઘરના પાણીમા જ ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. ગ્રંથો પ્રમાણે આ દિવસે સૂર્યોદય પહેલાં જાગવું જોઇએ. પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. પછી તેમને ગુલાબ કે કમળના ફૂલ ચઢાવવા. આ દિવસે કોઇ મંદિરમાં જળ દાન અને સિઝનલ ફળનું દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે.

પૂજા વિધિઃ-
ભગવાનને જળ ચઢાવ્યા પછી ચંદન, અક્ષત, ફૂલ, નાડાછડી ચઢાવો. પછી અબીર, ગુલાલ, કંકુ અને અન્ય પૂજાની સામગ્રી ચઢાવવી જોઈએ. તે પછી ભગવાનની આરતી ઉતારવી.

પૂજા સામગ્રી ચઢાવ્યા પછી ભગવાનને મીઠાઈ કે ફળનું નૈવેદ્ય ધરાવો અને પ્રસાદ વહેંચો.

શુભ તિથિ ત્રીજ અને સૂર્ય-ચંદ્ર બંને મહત્વના ગ્રહો બળવાન હોય તેવો સંયોગ માત્ર અખાત્રીજના દિવસે જ બને છે
શુભ તિથિ ત્રીજ અને સૂર્ય-ચંદ્ર બંને મહત્વના ગ્રહો બળવાન હોય તેવો સંયોગ માત્ર અખાત્રીજના દિવસે જ બને છે

અખાત્રીજ વણજોયું મુહૂર્ત શા માટે?
અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર વૈશાખ સુદ તીજના દિવસે હંમેશાં મેષ રાશિનો સૂર્ય હોય છે. આત્મકારક સૂર્ય ઉચ્ચ રાશિનો હોવાથી બળવાન બને છે. તિથિ ત્રીજ શુભ મનાય છે. મનનો કારક ગ્રહ ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી બળવાન બને છે. આમ, શુભ તિથિ ત્રીજ અને સૂર્ય-ચંદ્ર બંને મહત્વના ગ્રહો બળવાન હોય તેવો સંયોગ માત્ર અખાત્રીજના દિવસે જ બને છે. આથી પંચાંગ તથા મુહૂર્ત જ્યોતિષની દૃષ્ટિએ અખાત્રીજના દિવસને વણજોયું શુભ મુહૂર્ત માનવામાં આવે છે. તેમાં પંચાંગના અન્ય યોગોને જોવાની જરૂર નથી.

બૃહસ્પતિ સંહિતાઃ મહામારીના કારણે શુભ કામ ટાળી દેવા જોઈએઃ-
ડો. મિશ્ર જણાવે છે કે આ વર્ષે અક્ષય તૃતીયા તિથિએ મહામારીના કારણે માંગલિક આયોજન અને સામૂહિક કાર્યક્રમોથી દૂર ઘરમાં જ પૂજાપાઠ કરવા જોઈએ. સાથે જ, લગ્ન અને અન્ય માંગલિક કાર્યોને હવે પછી આવતા શુભ મુહૂર્ત સુધી ટાળી દેવા જોઈએ.

આ પર્વમાં શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લઈને દાન આપવામા આવતી વસ્તુઓને કાઢીને અલગ રાખો અને સ્થિતિ સામાન્ય થઈ જાય ત્યારે તે વસ્તુઓનું દાન કરવું જોઈએ. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે બૃહસ્પતિ સંહિતા ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે મહામારી, પ્રાકૃતિક આપત્તિઓ દરમિયાન માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં.