તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Akshaya Tritiya 2021, Buddha Purnima 2021, Buddhha Jayanti, Parshuram Jayanti, Festivals In May 2021, Hindi Festivals In May

ખાસ તિથિ:મે મહિનામાં અખાત્રીજ અને બુદ્ધ પૂર્ણિમા જેવા મોટા પર્વ આવશે, આ મહિનામાં પાણીનું દાન કરવું જોઈએ

2 મહિનો પહેલા

2021નો પાચમો મહિનો મે શરૂ થઈ ગયો છે. આ મહિનામાં બે ચોથ, બે એકાદશી સાથે જ અખાત્રીજ, અમાસ અને પૂનમ જેવી ખાસ તિથિઓ આવશે. આ તિથિમાં શાસ્ત્રોમાં જણાવેલ વ્રત-પૂજા જેવા શુભ કામ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે, એવી માન્યતા છે.

હિંદુ પંચાંગ પ્રમાણે હાલ ચૈત્ર મહિનાનું વદ પક્ષ ચાલી રહ્યું છે. આ મહિનો 11 મે સુધી રહેશે. તે પછી વૈશાખ મહિનો શરૂ થઈ જશે. વૈશાખ મહિનામાં ગરમી ખૂબ જ વધી જાય છે. જેના કારણે આ મહિનામાં પાણીનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં કોઇ જગ્યાએ પરબ બંધાવો અથવા પરબમાં માટલાનું દાન કરવું. પરબમાં પાણીની વ્યવસ્થા પણ કરાવી શકો છો.

આ મહિનામાં પહેલી એકાદશી, શુક્રવાર 7 મેના રોજ છે. જેને વરૂથિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવામાં આવશે. આ દિવસે બાળ ગોપાલને માખણ-મિશ્રીનો ભોગ તુલસી સાથે ધરાવવો.

મંગળવાર, 11 મેના રોજ વૈશાખ મહિનાની અમાસ રહેશે. તેને સતુવાઈ અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ-તર્પણ વગેરે શુભ કામ કરવા જોઈએ. જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવું.

લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્તમાથી એક અક્ષય તૃતીયા શુક્રવાર, 14 મેના રોજ છે. આ દિવસે મુહૂર્ત જોયા વિના પણ લગ્ન કરી શકાય છે. આ તિથિએ પરશુરામ જયંતી પણ ઊજવવામાં આવે છે. અખાત્રીજના દિવસે કોઇ પરબમાં પાણીનું દાન કરો. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને બૂટ-ચપ્પલ અને છત્રીનું દાન કરો. આ દિવસે વૃષભ સંક્રાંતિ પણ રહેશે. સૂર્ય મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

શનિવાર, 15 મેના રોજ વિનાયક ચોથ છે. આ તિથિએ ભગવાન ગણેશ માટે વ્રત-ઉપવાસ કરો અને ભગવાનની વિશેષ પૂજા કરો.

મે મહિનાની બીજી એકાદશી શનિવાર, 22 મેના રોજ રહેશે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં મોહિની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી, શ્રીકૃષ્ણનો અભિષેક અને પૂજન કરવું.

મંગળવાર, 25થી નવતપા શરૂ થશે. આ દિવસોમાં ગરમી ખૂબ જ વધી જાય છે. એટલે ખાનપાન અને રહેણી-કરણીમાં નાની બેદરકારી પણ ન કરવી. ઘરથી બહાર જતી સમયે લૂથી બચવા માટે બધા ઉપાય કરો.

ભગવાન બુદ્ધની જયંતી એટલે બુદ્ધ પૂર્ણિમા બુધવાર, 26 મેના રોજ ઊજવવામાં આવશે. આ તિથિએ ભગવાન વિષ્ણુનો કૂર્મ અવતાર પણ પ્રકટ થયો હતો. આ દિવસે વૈશાખ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઇ જશે. આ પૂનમના દિવસે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો બહાર જઈ શકો નહીં તો ઘરમાં જ બધા તીર્થનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.

ગુરુવાર, 27 મેથી વૈશાષ મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે. શનિવાર 29 મેના રોજ ગણેશ ચોથ વ્રત કરવામાં આવશે.