તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂજા વિધિ:અક્ષય તૃતીયાએ બાલ ગોપાલને તુલસી, તલ અને જનોઈ ચઢાવો, મંત્ર બોલીને પૂજા કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખાત્રીજે ભગવાન વિષ્ણુ સાથે તેમના અવતારોની પણ પૂજા કરો

શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપ લડ્ડૂ ગોપાલની વિશેષ પૂજા સરળ સ્ટેપ્સમાં કરી શકો છો. પૂજામાં ભોગ સાથે તુલસી પણ ચઢાવો. ઘીનો દીવો પ્રગટાવીને મંત્રનો જાપ કરો. અક્ષય તૃતીયા એટલે અખાત્રીજે ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરો. આ દિવસે બાલ ગોપાલની વિશેષ પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

બાલ ગોપાલની પૂજા માટે જરૂરી વસ્તુઓઃ-
બાલ ગોપાલની મૂર્તિના સ્નાન માટે મોટું વાસણ, તાંબાનો લોટો, કળશ, દૂધ, વસ્ત્ર, આભૂષણ, ચોખા, કંકુ, દીવો, તેલ, રૂ, અગરબત્તી, ફૂલ, અષ્ટગંધ, તુલસી, તલ, જનોઈ, ફળ, મિઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકા માવા, માખણ-મિશ્રી, પાન, દક્ષિણા.

આ રીતે પૂજા કરી શકો છોઃ-
ઘરના મંદિરમાં પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં શ્રીગણેશની પૂજા કરો. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ફૂલ ચઢાવો. ધૂપ-અગરબત્તી કરો. ચોખા ચઢાવો.

ગણેશજી બાદ શ્રીકૃષ્ણની પૂજા કરો. શ્રીકૃષ્ણને સ્નાન કરાવો. સ્નાન પહેલાં શુદ્ધ જળથી પછી પંચામૃત અને પછી ફરી શુદ્ધ જળથી કરાવો. ત્યાર બાદ વસ્ત્ર અર્પણ કરો.

વસ્ત્રો બાદ આભૂષણ પહેરાવો. હાર-ફૂલ, ફળ, મિઠાઈ, જનોઈ, નારિયેળ, પંચામૃત, સૂકા માવા, માખણ-મિશ્રી, પાન, દક્ષિણા અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો. તિલક કરો. ધૂપ-દીપ પ્રગટાવો. તુલસીના પાન રાખીને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો.

કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ 108વાર કરો. તમે ૐ નમો ભગવતે ગોવિંદાય, ૐ નમો ભગવતે નંદપુત્રાય કે ૐ કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. કપૂર પ્રગટાવીને આરતી કરો. આરતી બાદ પરિક્રમા કરો. પૂજામાં થયેલી અજાણી ભૂલ માટે ક્ષમા માંગો. ત્યાર બાદ અન્ય ભક્તોને પ્રસાદ વહેંચો અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરો.