આંબળાના ઝાડની પૂજા કરવાનું પર્વ એટલે આંબળા નોમ આજે કરવામાં આવશે. પંચાંગમાં તિથિ ભેદના કારણે આ વ્રત થોડી જગ્યાએ 13 નવેમ્બરના રોજ પણ કરવામાં આવશે. આ વ્રતને અક્ષય પુણ્ય આપનાર વ્રત પણ કહેવામાં આવે છે. એટલે આ તિથિએ આંબળાની પૂજા કરવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી. આ દિવસે મહિલાઓ સારા સ્વાસ્થ્ય, સંતાન સુખ અને સમૃદ્ધિની કામના સાથે આંબળાના ઝાડ, વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરે છે. સાથે જ પૂજા વ્રત પણ રાખે છે. જોકે, આખા કારતક મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે, પરંતુ આ તિથિએ સ્નાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. પૌરાણિક કથા પ્રમાણે માન્યતા છે કે આ દિવસે આંબળાના ઝાડની નીચે ભોજન બનાવવાથી અને તેનું સેવન કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ નષ્ટ પામે છે.
પ
દ્મપુરાણઃ આંબળાના ઝાડમાં ત્રિદેવોનો વાસ
પદ્મપુરાણ પ્રમાણે આંબળાનું વૃક્ષ સાક્ષાત વિષ્ણુનું જ સ્વરૂપ છે. તે વિષ્ણુ પ્રિય છે. આ વૃક્ષને યાદ કરીને મનમાં જ પ્રણામ કરવાથી અનેકગણું ફળ મળે છે. તેનો સ્પર્શ કરવાથી બેગણું અને પ્રસાદ સ્વરૂપે તેના ફળનું સેવન કરવાથી ત્રણ ગણું ફળ મળે છે. ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેના મૂળમાં ભગવાન વિષ્ણુ, ઉપર બ્રહ્મા, સ્કંદમાં રૂદ્ર, શાખાઓમાં મુનિગણ, ડાળીઓમાં દેવતા, પાનમાં વસુ, ફૂલમાં મરૂદગણ અને ફળમાં પ્રજાપતિનો વાસ થાય છે. એટલે ગ્રંથોમાં આંબળાને સર્વદેવયી કહેવામાં આવે છે.
આંબળા એસિડિટી અને પાચનશક્તિને સુધારવામાં મદદગાર છે
ઉજ્જૈનની આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો. શ્વેતા ગુજરાતીના જણાવ્યા પ્રમાણે કારતક મહિના દરમિયાન શરદ ઋતુ રહે છે. આ સમયે શરીરમાં પિત્ત વધે છે. એસિડિટી અને પાચનશક્તિને લગતી તકલીફોથી બચવા માટે ઋષિઓએ આ પર્વમાં આંબળાનું સેવન કરવાની પરંપરા બનાવી છે. આંબળા શરીરમાં વધી રહેલાં પિત્તને નિયંત્રણમાં લાવે છે. આયુર્વેદ પ્રમાણે લાંબા સમય સુધી આંબળાનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થવા લાગે છે. ચ્યવન ઋષિએ આંબળાનો ઉપયોગ કરીને ચ્યવનપ્રાશ બનાવ્યો અને તેઓ ફરી યુવાન બની ગયાં.
પૂજન વિધિ
આંબળાની પૂજા અને કોળાના દાનની પરંપરા
અક્ષય નોમના રોજ આંબળાના વૃક્ષના પૂજનથી મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે. કોળાની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને સંતાન વૃદ્ધિ સાથે લાંબુ આયુષ્ય પણ મળે છે. પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે, પુરાણોમાં આંબળાનું સેવન કરવાથી પરંપરા એટલે બનાવી હશે, જેથી તહેવારોમાં ખાધેલાં ભારે ભોજનને પચાવી શકાય. આ તિથિએ ભગવાન રાધા-કૃષ્ણની પૂજા કરવાથી શાંતિ, સદભાવ, સુખ અને વંશ વૃદ્ધિ સાથે પુનર્જન્મના બંધનથી પણ મુક્તિ મળે છે.
શ્રીકૃષ્ણેએ ગ્વાળ બાળ અને વ્રજવાસીઓને એક સૂત્રમાં જોડવા માટે અક્ષય નોમ તિથિને ત્રણ વનની પરિક્રમા કરીને ક્રાંતિ જગાડી હતી. નોમ તિથિએ મંગળ ગ્રહનો પ્રભાવ હોય છે. આ ગ્રહ યુદ્ધ અને પરાક્રમનો કારક હોય છે. એટલે આ તિથિએ યુદ્ધની પ્રતિજ્ઞા અને શંખનાદ કરવામાં આવે છે. તેના પછીના દિવસે દસમ તિથિએ કંસને માર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.