તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપાસના:અખાત્રીજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા, શંખ દ્વારા વિષ્ણુજી અને લક્ષ્મીજીનો અભિષેક કરવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે અષ્ટચિરંજીવિઓમાંથી એક પરશુરામની જંયતી, વિષ્ણુજીને પીળા વસ્ત્ર ચઢાવો

શુક્રવાર, 14 મે વૈશાખ મહિનાના સુદ પક્ષની તૃતીયા તિથિ છે. આ તિથિને અક્ષય તૃતીયા કે અખાત્રીજ કહેવામાં આવે છે. આ તિથિનું વિશેષ મહત્ત્વ છે. કેમ કે, આ તિથિ વર્ષમાં આવતાં 4 વણજોયા મુહૂર્તમાંથી એક છે. અક્ષય તૃતીયા સિવાય દેવઊઠની એકાદશી, વસંત પંચમી અને ભડલી નોમને પણ વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. અક્ષય તૃતીયાએ કરવામાં આવતાં દાનનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ તિથિને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. આ તિથિએ અષ્ટચિરંજીવિઓમાંથી એક ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન વિષ્ણુના નર-નારાયણ, હયગ્રીવ અવતાર પણ આ તિથિએ જ થયાં હતાં. એટલે જ, અક્ષય તૃતીયાએ ભગવાન વિષ્ણુજીની વિશેષ પૂજા કરવી જોઇએ.

વિષ્ણુજીની પૂજા આ રીતે કરી શકો છોઃ-

  • ગાયના કાચા દૂધમાં કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અથવા પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો. વિષ્ણુજી સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો.
  • દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુજી અને દેવી લક્ષ્મીનો અભિષેક કરો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. એટલે આ દિવસે પીપળાના વૃક્ષ ઉપર જળ ચઢાવો.
  • વિષ્ણુ ભગવાનના મંદિરમાં અનાજનું દાન કરો અથવા જરૂરિયાતમંદ લોકોમાં વહેંચો. આ દિવસે સૂર્યાસ્ત બાદ શાલિગ્રામ સાથે તુલસીના છોડની સામે ગાયના શુદ્ઘ ઘીનો દીવો પ્રગટાવો.
  • વિષ્ણુજીને પીતાંબરધારી કહેવામાં આવે છે. તેમને પીળા વસ્ત્ર અર્પણ કરવા જોઇએ. વિષ્ણુજીને તુલસીની માળા અર્પણ કરો. કમળનું ફૂલ અથવા અન્ય કોઇ પીળા રંગના ફૂલ ચઢાવવા શુભ રહે છે. અક્ષય તૃતીયાએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને અત્તર અર્પણ કરો.