20 નવેમ્બરે ઉત્પન્ના એકાદશી:આ તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા પ્રકટ થયા હતાં એકાદશી, આ વ્રત કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદ્મ, સ્કંદ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં એકાદશી વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે, શ્રીકૃષ્ણએ પણ યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્ત્વ જણાવ્યું છે

ઉત્પન્ના એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 20 નવેમ્બરના રોજ કરવામાં આવશે. પુરાણો પ્રમાણે આ દિવસથી જ એકાદશી વ્રત શરૂ થયું. એટલે આ એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. સાથે જ, તેને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. આ વ્રતને પુરાણોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવે છે.

પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે વ્રત કે ઉપવાસ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. સાથે જ, અનેક યજ્ઞ કરવાનું ફળ પણ મળે છે. શાસ્ત્રો પ્રમાણે જો એકાદશીનું વ્રત કરી શકો નહીં તો પણ એકાદશીના દિવસે ચોખા ખાવા જોઈએ નહીં. આ વ્રતમાં એક સમયે ફળાહાર કરી શકો છો.

પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું
પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું

એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગે શ્રીકૃષ્ણએ જણાવ્યું
વૈદિક વિશ્વવિદ્યાલય ચિત્તોડના જ્યોતિષાચાર્ય ડો. મૃત્યુંજય તિવારી જણાવે છે કે કારતક મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી તિથિ પ્રગટ થયા હતાં. એટલે આ દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું. વ્રતમાં એકાદશીને મુખ્ય અને બધી જ સિદ્ધિઓ આપનાર માનવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે જો એકાદશીનું વ્રત કરી શકો નહીં તો પણ એકાદશીના દિવસે ચોખા ખાવા જોઈએ નહીં.
શાસ્ત્રો પ્રમાણે જો એકાદશીનું વ્રત કરી શકો નહીં તો પણ એકાદશીના દિવસે ચોખા ખાવા જોઈએ નહીં.

આ વ્રત એક દિવસ પહેલાં શરૂ થાય છે

  • ઉત્પન્ના એકાદશીના એક દિવસ પહેલાં એટલે દશમ તિથિએ સાંજના ભોજન પછી બ્રશ કરવું જેથી અનાજનો થોડો અંશ પણ મોઢામાં રહી જાય નહીં. તેના પછી કશું જ ખાવું નહીં કે વધારે બોલવું પણ નહીં.
  • એકાદશીએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લેવો. ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે સોળ વસ્તુઓથી ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણની પૂજા કરો અને રાતે દીપદાન કરો. રાતે સૂવું નહીં. આ વ્રતમાં આખી રાત ભજન-કીર્તન કરવાનું વિધાન છે.
  • આ વ્રત દરમિયાન જે જાણ્યે-અજાણ્યે પાપ થયા હોય, તેના માટે માફી માગવી જોઈએ. બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરો. બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપ્યા પછી જ કઈંક ખાવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...