પરંપરા:માગશર મહિનામાં સવારે જલ્દી જાગવું અને સૂર્યને અર્ઘ્ય આપવું, તેનાથી સ્વાસ્થ્ય સાથે જ ધર્મલાભ પણ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવાર-સવારમાં સૂર્યના કિરણોથી વિટામિન ડી મળે છે અને શરીરમાં ગરમી જળવાયેલી રહે છે

15 ડિસેમ્બરથી માગશર મહિનો શરૂ થઇ રહ્યો છે. તેને માર્ગશીર્ષ પણ કહેવામાં આવે છે. બધા બારેય મહિનામાં આ મહિનાને શ્રીકૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. આ મહિનામાં સવારે જલ્દી જાગીને નદી સ્નાન અને દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્ત્વ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે હાલ શિયાળો શરૂ થઇ ગયો છે. આ વાતાવરણમાં સવારે જલ્દી જાગીને શરીરને પ્રકૃતિ દ્વારા સ્વાસ્થ્ય લાભ મળે છે. આળસ દૂર થાય છે. સવારે સ્નાન કરીને સૂર્યને જળ ચઢાવવું જોઇએ.

તાંબાના લોટામાં જળ ભરો અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યને અર્પણ કરો. થોડીવાર સૂર્યના પ્રકાશમાં બેસવું જોઇએ. તેનાથી આપણને વિટામિન ડી મળે છે અને ઠંડી સામે લડવા માટે શરીરમાં ગરમી જળવાયેલી રહે છે.

સૂર્યપૂજા પછી કોઇ મંદિરમાં કે પોતાના ઘરમાં શિવલિંગ ઉપર પણ જળ ચઢાવવું જોઇએ. શિવજીને બીલીપાન, ધતૂરો, ફૂલ, ચોખા વગેરે પૂજન સામગ્રી ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. સાથે જ, ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

જો તમે ઇચ્છો તો હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. ૐ રામદૂતાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરી શકો છો.

ભગવાન ગણેશને દૂર્વા ચઢાવો અને દીવો પ્રગટાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. લાડવાનો ભોગ ધરાવો.

હાલ ઠંડીના દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળો, ઊનના વસ્ત્ર દાન કરો. ધન અને અનાજનું દાન કરો. કોઇ ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો.

હાલ ભોજનમાં એવી વસ્તુઓ સામેલ કરો જે શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે. સિઝનલ ફળ ખાવા. અનાજનું સેવન કરવું. હળદરવાળું દૂધ પીવું. ગોળનું સેવન કરવું. આ વાતોનું પણ ધ્યાન રાખો તો માગશર મહિનામાં ધર્મલાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે.