નવો મહિનો:15 ડિસેમ્બરથી માગશર મહિનો શરૂ, આ મહિનાનું ધાર્મિક સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે, આ મહિનામાં શંખ પૂજા કરવાની પરંપરા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 13 જાન્યુઆરી સુધી રહેશે માગશર મહિનો, જાણો આ મહિનામાં શું કરવું અને શું નહીં

મંગળવાર, 15 ડિસેમ્બરથી નવો મહિનો માગશર શરૂ થઇ રહ્યો છે. આ મહિનામાં રોજ સવારે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. આ મહિનો 13 જાન્યુઆરી સુધી રહેશે. માગશર મહિનામાં નદી સ્નાનનું ધાર્મિક સાથે જ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે માગશર મહિનામાં ધ્યાન રાખવામાં આવતાં નિયમોથી શરીરને સ્વાસ્થ્ય લાભ મળે છે. સિઝનલ બીમારીઓથી રક્ષા થાય છે. આ મહિનાનું વાતાવરણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ સારું રહે છે. વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવે છે. આ ઋતુમાં આકાશ સાફ થઇ જાય છે અને સૂર્યના કિરણો આપણી સુધી પહોંચી શકે છે. વરસાદના કારણે વાતાવરણમાં રહેલો ભેજ સૂર્યના કિરણોથી દૂર થઇ જાય છે.

સૂર્યના જરૂરી કિરણોથી શરીરને પણ સ્વાસ્થ્ય લાભ મળે છે. માગશર મહિનામાં સવારે નદી સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. સવારે જલ્દી જાગીને નદીમાં સ્નાન કરવાથી તાજી હવા શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે. આ પ્રકારે વાતાવરણથી અનેક શારીરિક બીમારીઓ આપમેળે દૂર થઇ જાય છે.

માગશર મહિનામાં શંખ પૂજા કરવાની પરંપરાઃ-
આ મહિનામાં શંખ પૂજા કરવાની પરંપરા છે. સાધારણ શંખને શ્રીકૃષ્ણના પંચજન્ય શંખ માનીને તેની પૂજા કરવામાં આવે છે. શંખ પૂજામાં આ મંત્રનો જાપ કરવો જોઇએ-

त्वं पुरा सागरोत्पन्न विष्णुना विधृत: करे।

निर्मित: सर्वदेवैश्च पाञ्चजन्य नमोऽस्तु ते।।

तव नादेन जीमूता वित्रसन्ति सुरासुरा:।

शशांकायुतदीप्ताभ पाञ्चजन्य नमोऽस्तु ते॥

લક્ષ્મી પૂજામાં શંખ રાખવાનું વિશેષ મહત્ત્વઃ-
શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. જેના કારણે લક્ષ્મી પૂજામાં શંખને પણ વિશેષ રાખવામાં આવે છે. લક્ષ્મીજી સાથે જ શંખની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. માન્યતા છે કે, સમુદ્ર મંથનથી શંખ પણ પ્રકટ થયો હતો.

માગશર મહિનામાં મોડે સુધી સૂવાથી બચવું-
આ મહિનામાં સવારે જલ્દી જાગીને નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો કોઇ નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરમાં જ નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઇએ. તમે ઇચ્છો તો પાણીમાં ગંગાજળ મિક્સ કરીને પણ સ્નાન કરી શકો છો. આવું સ્નાન કરવાથી ઘરમાં જ તીર્થ સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થઇ શકે છે.

આ મહિનામાં ઘરમાં ક્લેશ કરવો જોઇએ નહીં. નશો ન કરવો. માતા-પિતાનો અનાદર ન કરો અને તમારા કામ પ્રામાણિકતાથી કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.