અગસ્ત્ય તારા સાથે જોડાયેલી માન્યતા:25 તારીખે અગસ્ત્ય તારો અસ્ત થશે, તે પછી મે મહિનાના છેલ્લાં સપ્તાહથી વરસાદ કેરળથી શરૂ થઇ શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 25 મેના રોજ સાંજે લગભગ 6 કલાકે અગસ્ત્ય તારો અસ્ત થઈ જશે. દક્ષિણ દિશામાં એક સૌથી ચમકદાર તારો જોવા મળે છે, જેને અગસ્ત્ય તારો (Canopus) કહેવામાં આવે છે. આ તારો જાન્યુઆરીથી એપ્રિલ સુધી દક્ષિણ દિશામાં સરળતાથી જોઈ શકાય છે. આ સમયગાળા દરમિયાન તેની આસપાસ કોઈ અન્ય ચમકીલો તારો હોતો નથી. ભારતના દક્ષિણ ક્ષિતિજ ઉપર જોવા મળતો આ તારો અન્ટાર્કટિકામાં માથા ઉપર જોવા મળે છે. આ તારો પૃથ્વીથી લગભગ 180 પ્રકાશ વર્ષ દૂર છે. એક પ્રકાશ વર્ષ લગભગ 95 અરબ કિમી સમાન હોય છે. આ તારો સૂર્યથી લગભગ સો ગણો વધારે મોટો છે. અગસ્ત્ય તારાની કથા અગસ્ત્ય મુનિ સાથે જોડાયેલી છે. જાણો અગસ્ત્ય તારા સાથે જોડાયેલી માન્યતાઓ...

અગસ્ત્ય તારો 25 મેના રોજ અસ્ત થશે અને 7 સપ્ટેમ્બરના રોજ ઉદય થશે. સૂર્ય અને અગસ્ત્ય તારાના કિરણો પૃથ્વીના દક્ષિણ ભાગમાં પડે છે. સૂર્ય અને અગસ્ત્યના કારણે જ દક્ષિણ દિશાના સમુદ્રોમાંથી બાષ્પીકરણ થાય છે. સૂર્ય જાન્યુઆરીમાં ઉત્તરાયણ થાય છે અને અગસ્ત્ય તારો મે મહિના સુધી ઉદય રહે છે. આ કારણે મે મહિના સુધી બાષ્પીકરણની પ્રક્રિયા ચાલતી રહે છે. જ્યારે અગસ્ત્ય તારો અસ્ત થઇ જાય છે, ત્યારે વર્ષા ઋતુ શરૂ થાય છે.

અગસ્ત્ય તારાની કથા અગસ્ત્ય મુનિ સાથે જોડાયેલી છે
અગસ્ત્ય તારાની કથા અગસ્ત્ય મુનિ સાથે જોડાયેલી છે

અગસ્ત્ય તારા સાથે જોડાયેલી માન્યતા

  • આચાર્ય વરાહમિહિરના સિદ્ધાંત પ્રમાણે સૂર્ય અને અગસ્ત્ય તારાના કારણે મેઘ એટલે વાદળ બાષ્પીકરણના કારણે વરસાદ માટે તૈયાર થઈ જાય છે. અગસ્ત્ય તારાના અસ્ત થતાં જ મેના છેલ્લાં સપ્તાહથી વરસાદ કેરળથી શરૂ થઇ જાય છે અને જૂનના છેલ્લાં સપ્તાહમાં ઉત્તર ભારતમાં પહોંચી જાય છે.
  • અગસ્ત્ય તારા અંગે ધાર્મિક માન્યતા છે કે પ્રાચીન સમયમાં વૃત્તાસુર નામનો એક રાક્ષસ હતો. દેવરાજ ઇન્દ્રએ વૃત્તાસુરનો વધ કરી દીધો હતો. ત્યારે તે અસુરની સેના સમુદ્રના તળેટીમાં છુપાયેલી ગઈ હતી. રાત થતાં જ અસુરોની સેના સમુદ્રમાંથી બહાર આવી અને દેવતાઓને નુકસાન પહોંચાડીને ફરી સમુદ્રમાં છુપાઇ જતી હતી. બધા દેવતાઓ સમુદ્રમાં અસુરોને શોધી શકતાં નહીં.
  • પરેશાન થઈને બધા દેવતા વિષ્ણુજી પાસે પહોંચ્યાં. વિષ્ણુજીએ દેવતાઓને અગસ્ત્ય મુનિ પાસે મોકલ્યાં હતાં. અગસ્ત્ય મુનિએ દેવતાઓની પરેશાની દૂર કરવા માટે બધા જ સમુદ્રનું પાણી પી લીધુ હતું અને તે પછી દેવતાઓએ અસુરોની સેનાનો સંહાર કર્યો હતો.
  • આ કથાના કારણે અગસ્ત્ય તારાને લીધે જ સમુદ્રથી જે બાષ્પીકરણ થાય છે, તેને અગસ્ત્યનું સમુદ્રમાંથી પાણી પીવું કહેવામાં આવે છે.
  • અગસ્ત્ય તારો 7 સપ્ટેમ્બરના રોજ ઉદય થશે અને તે પછી ફરીથી સમુદ્રના પાણીનું બાષ્પીકરણ શરૂ થઈ જશે.