અગસ્ત્ય તારો 22 મેના રોજ અસ્ત થશે. દક્ષિણ દિશામાં સૌથી તેજસ્વી તારો દેખાય છે, તેને અગસ્ત્ય તારો (કેનોપસ) કહે છે. આ તારો જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન દક્ષિણ દિશામાં સરળતાથી જોઈ શકાય છે. હવે તેનો 7 સપ્ટેમ્બરે ઉદય થશે. આ મહિનાઓમાં તેની આસપાસ આટલો તેજસ્વી બીજો કોઈ તારો હોતો નથી.
ઉજ્જૈનના જ્યોતિષી પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, ભારતમાં દક્ષિણ ક્ષિતિજ પર દેખાતો આ તારો એન્ટાર્કટિકામાં માથાની ઉપર દેખાય છે. આ તારો પૃથ્વીથી લગભગ 180 પ્રકાશ વર્ષ દૂર છે. એક પ્રકાશ વર્ષ લગભગ 95 અબજ કિમી બરાબર છે. આ તારો સૂર્ય કરતાં લગભગ સો ગણો મોટો છે. શાસ્ત્રોમાં અગસ્ત્ય નક્ષત્રની કથા કહેવામાં આવી છે. આ કથા અગસ્ત્ય મુનિ સાથે સંબંધિત છે.
સૂર્ય અને અગસ્ત્યના કારણે બાષ્પીભવન થાય છે
સૂર્ય અને અગસ્ત્ય તારાના કિરણો પૃથ્વી પર પડે છે. સૂર્ય અને અગસ્ત્યના કારણે જ દક્ષિણમાં મહાસાગરોમાંથી બાષ્પીભવન થાય છે.મે સુધી અગસ્ત્ય તારાનો ઉદય થતો રહે છે. આ કારણોસર, અગસ્ત્ય તારાના અસ્ત થવા સુધી મહાસાગરોમાંથી બાષ્પીભવનની પ્રક્રિયા ચાલુ રહે છે. જ્યારે અગસ્ત્ય નક્ષત્ર અસ્ત થાય છે, થોડા દિવસો પછી વરસાદની ઋતુ શરૂ થાય છે.
આચાર્ય વરાહમિહિરના સિદ્ધાંત મુજબ સૂર્ય અને અગસ્ત્ય નક્ષત્રના કારણે વાદળો વરસાદ માટે તૈયાર થઈ જાય છે. ચોમાસું અગસ્ત્ય નક્ષત્રના અસ્ત થયા પછી મેના છેલ્લા અઠવાડિયાથી કેરળથી શરૂ થાય છે અને જૂનના અંતિમ સપ્તાહમાં ઉત્તર ભારતમાં પહોંચે છે.
અગસ્ત્ય નક્ષત્ર સંબંધિત ધાર્મિક માન્યતાઓ
અગસ્ત્ય નક્ષત્ર વિશે ધાર્મિક માન્યતા એવી છે કે, પ્રાચીન સમયમાં વૃત્તાસુર નામનો રાક્ષસ હતો. જ્યારે દેવરાજ ઈન્દ્રએ વૃત્તાસુરનો વધ કર્યો ત્યારે તેમની સેના સમુદ્રમાં છુપાઈ ગઈ હતી. રાત્રિના સમયે અસુરોની સેના સમુદ્રમાંથી નીકળતી અને દેવતાઓ પર હુમલો કરતી અને પછી સમુદ્રમાં છુપાઈ જતી. બધા દેવતાઓ સમુદ્રમાં અસુરોને શોધી શક્યા ન હતા.
પછી બધા દેવતાઓ વિષ્ણુજી પાસે પહોંચ્યા. વિષ્ણુજીએ દેવતાઓને અગસ્ત્ય મુનિ પાસે મોકલ્યા. અગસ્ત્ય મુનિએ દેવતાઓની મુશ્કેલી સમજીને સમુદ્રનું પાણી પીધું. આ પછી દેવતાઓએ અસુરોની સેનાનો નાશ કર્યો.
આ દંતકથાને કારણે એવું કહેવાય છે કે અગસ્ત્ય તારો સમુદ્રનું પાણી પીવે છે. અગસ્ત્ય નક્ષત્રને કારણે સમુદ્રમાંથી બાષ્પીભવન થાય છે, .
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.