• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Agahan Month Shukla Paksha, Mokshda Ekadashi On 3rd December, Vivah Panchami On 28 November, Duttatreya Jayanti On 7 December

આજથી માગશર મહિનો શરૂ:8 ડિસેમ્બર સુધી શ્રીકૃષ્ણ, સીતા-રામ, શિવજી અને દત્તાત્રેયની પૂજા અને દાન-પુણ્ય કરવા માટે અનેક શુભયોગ બનશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજથી માગશર મહિનાનું સુદ પક્ષ શરૂ થઈ ગયું છે. 8 ડિસેમ્બરના રોજ માગશર મહિનાની પૂનમ રહેશે. આ મહિનાના સુદ પક્ષમાં શ્રીકૃષ્ણ સાથે જ સીતા-રામ, શિવજી, દત્તાત્રેય ભગવાનની પૂજા, તીર્થ દર્શન અને દાન-પુણ્ય કરવાના અનેક શુભ યોગ આવશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માગશર મહિનો શ્રીકૃષ્ણના ભક્તો માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. આ મહિનામાં દરેક કૃષ્ણ ભક્ત શ્રીકૃષ્ણના પૌરાણિક મંદિરમાં દર્શન-પૂજન કરવા જાય છે. 8 તારીખે આ મહિનાની પૂનમ છે. આ મહિનાના સુદ પક્ષમાં વિવિધ દિવસોમાં સીતા-રામ, શિવજી, દત્તાત્રેય ભગવાનની પૂજા માટે ખાસ તિથિઓ રહેશે. આ તિથિઓમાં પોતાના આરાધ્ય દેવની પૂજા કરવા અને દાન-પુણ્ય કરીને અક્ષય પુણ્ય કમાઈ શકાય છે.

28 તારીખે વિવાહ પંચમી છે. ત્રેતાયુગમાં આ તિથિએ શ્રીરામ અને સીતાજીના લગ્ન થયાં હતાં.
28 તારીખે વિવાહ પંચમી છે. ત્રેતાયુગમાં આ તિથિએ શ્રીરામ અને સીતાજીના લગ્ન થયાં હતાં.

27 નવેમ્બરે ગણેશ ચોથ પછી 28 તારીખે વિવાહ પંચમી છે. ત્રેતાયુગમાં આ તિથિએ શ્રીરામ અને સીતાજીના લગ્ન થયાં હતાં. શ્રીરામ-લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે જનકપુરી પહોંચ્યાં હતાં, તે સમયે ત્યાં સીતાજીનો સ્વયંવર થઈ રહ્યો હતો. સ્વયંવરમાં શ્રીરામજીએ ધનુષ તોડ્યું અને પછી સીતાજીના લગ્ન શ્રીરામ સાથે થયાં હતાં.

3 ડિસેમ્બરે ગીતા જયંતી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ અને ગીતાજીની પૂજા કરવી જોઈએ. ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ કારણે આ દિવસે ગીતા જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે ગીતાનો પાઠ ચોક્કસ કરવો જોઈએ. ગીતામાં જણાવેલ સૂત્રોને જીવનમાં ઉતારશો તો અનેક સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જશે.

શિવજી અને દેવી પાર્વતીની પૂજાનો શુભયોગ 5 ડિસેમ્બરના રોજ બની રહ્યો છે. આ દિવસે સોમવાર પણ છે.
શિવજી અને દેવી પાર્વતીની પૂજાનો શુભયોગ 5 ડિસેમ્બરના રોજ બની રહ્યો છે. આ દિવસે સોમવાર પણ છે.

શિવજી અને દેવી પાર્વતીની પૂજાનો શુભયોગ 5 ડિસેમ્બરના રોજ બની રહ્યો છે. આ દિવસે સોમવાર પણ છે. તિથિ અને વાર બંને જ શિવજીની પૂજા માટે ખૂબ જ શુભ છે. તે પછી 7 તારીખે ભગવાન દત્તાત્રેયની જયંતી છે. દત્તાત્રેય ભગવાનને બ્રહ્મા-વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે.

માગશર મહિનાની સ્નાન-દાનની પૂનમ 8 ડિસેમ્બરના રોજ રહેશે. આ દિવસે કોઈ પવિત્ર તીર્થમાં દર્શન-પૂજન કરો. કોઈ નદીમાં સ્નાન કરો અને સ્નાન પછી નદી કિનારે જ દાન-પુણ્ય કરો.

અન્ય સમાચારો પણ છે...