વિજયવાડાનાં કનક દુર્ગા:મહિષાસુર વધ બાદ રૌદ્ર નહિ સૌમ્ય બન્યાં દુર્ગા, સેંકડો સૂર્ય સમાન હતું તેજ

ધર્મ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિજયવાડામાં કૃષ્ણા નદીના તટ પર કનકદુર્ગમ્મા મંદિર છે. માન્યતા છે કે દેવી દુર્ગાનું આ મંદિર સ્વયંભૂ છે. મહિષાસુરના વધ બાદ દેવી દુર્ગા ઇન્દ્રકિલાદ્રી પહાડ પર પ્રગટ થયા હતા. ત્યારે એમનું રૂપ રૌદ્ર નહીં સૌમ્ય હતું. તેજ સેંકડો સૂર્ય સમાન હતું. તેથી જ આ મંદિરને કનક એટલે કે સોનાનું દુર્ગા મંદિર કહેવામાં આવે છે. કનક દુર્ગાની આ મૂર્તિમાં આઠ હાથમાં આઠ અસ્ત્ર છે. એવું કહેવાય છે કે આ મંદિર વિશે અગત્સ્ય ઋષિએ શ્રીરામને, જ્યારે કૃષ્ણએ અર્જૂનને જણાવ્યું હતું. બંનેએ અહીં આરાધના કરી હતી.

મંદિરનું વ્યવસ્થાપ સંભાળતા ડી.બ્રહ્મરંબાએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં 7થી 15 ઓક્ટોબર સુધી દેવીને અલગ અલગ શ્રૃંગાર કરવામાં આવે છે. પહેલા દિવસે સુવર્ણ કવચઅલંકાર દુર્ગાદેવી શ્રૃંગાર થશે. બીજા દિવસે તેમને બાળત્રિપુર સુંદરી દેવી તરીકે પૂજવામાં આવે છે. ત્રીજા દિવસે ગાયત્રી દેવી, ચોથા દિવસે લલિતા ત્રિપુર સુંદરી દેવી સ્વરૂપે શ્રૃંગાર થશે. 11મી તારીખે પંચમી અને ષષ્ઠી એકસાથે છે. આ દિવસે અન્નપૂર્ણા દેવી તથા શ્રી મહાલક્ષ્મી દેવી તરીકે પૂજન કરવામાં આવે છે. એ પછી સરસ્વતી દેવી, દુર્ગા દેવી અને દસમા દિવસે મહિષાસુર મર્દિની સ્વરૂપનો શ્રૃંગાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...