ગુરુવારે મંગળે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. તેના પછી હવે 8 તારીખે બુધનું રાશિ પરિવર્તન પણ થશે. હવે બુધ મેષ રાશિમાં એકલો રહેશે, પરંતુ 14 તારીખે સૂર્ય પણ મેષ રાશિમાં આવશે તો ફરીથી બુધાદિત્ય શુભ યોગ બનશે. આ ગ્રહોની યુતિથી પ્રગતિ અને સુખ મળશે. જેનાથી નોકરી અને બિઝનેસમાં પરેશાન લોકોને રાહત મળશે. તણાવ દૂર થશે અને ફાયદો પણ રહેશે.
બુધ પછી 4 ગ્રહોનું રાશિ પરિવર્તન
આ અઠવાડિયે શુક્રવારે બુધના રાશિ પરિવર્તન પછી આગામી અઠવાડિયાના પહેલા દિવસે રાહુ-કેતુ રાશિ બદલીને મેષ અને તુલામાં આવી જશે. પછી એક દિવસ એટલે કે 13 તારીખે બૃહસ્પતિ પોતાની રાશિમાં પ્રવેશ કરશે. પછી 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મેષમાં આવી જશે. આ રીતે એક પછી એક પછી એક ગ્રહોની ચાલમાં ફેરફાર થવાની શુભ-અશુભ અસર દેશ-દુનિયાના સહિત તમામ રાશિ પર જોવા મળશે.
14 તારીખથી સમૃદ્ધિ આપનાર બુધાદિત્ય યોગ બનશે
જ્યોતિષીઓનું કહેવું છે કે બુધના મેષ રાશિમાં પ્રવેશ પછી 14 તારીખે સૂર્ય પણ આ રાશિમાં બુધની સાથે આવશે. જેનાથી બુધાદિત્ય યોગ બનશે. સૂર્ય, મેષ, રાશિમાં ઉચ્ચ હોય છે. તેથી આ શુભ યોગનું ફળ વધી જશે. તેની અસરથી સુખમાં વૃદ્ધિ, સરકારી નોકરીનો યોગ, પ્રગતિ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે, જ્યારે અશુભ અસરથી પિતા-પુત્રમાં વિવાદ, બેરોજગારી અને પ્રગતિમાં અડચણ આવે છે.
નવ ગ્રહોમાં રાજકુમાર છે બુધ
નવગ્રહોમાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ પ્રદાન કરનાર ગ્રહ પણ માનવામાં આવે છે. બુધના શુભ હોવા પર વ્યક્તિની ભાષા અને વાણી મધુર બને છે. વેપાર વગેરેમાં સારી સફળતા મળે. મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.