ફાગણી પૂનમ એટલે વસંતની પૂર્ણિમા:હોળી પછી પ્રકૃતિમાં પરિવર્તન આવે છે, તેથી આયુર્વેદ અનુસાર આહારમાં ફેરફાર કરવો આવશ્યક માનવામાં આવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાગણી પૂનમ 6 અને 7 માર્ચના રોજ આવે છે, આ તિથિ પર ચંદ્રનો વિશેષ પ્રભાવ જોવા મળે છે, આ સાથે જ વસંતઋતુની શરૂઆત પણ થાય છે , એટલા માટે આ દિવસથી પ્રકૃતિમાં મોટા ફેરફારો પણ અનુભવાય છે. આ કારણથી આયુર્વેદ અને શાસ્ત્રોમાં આ દિવસથી જ આહાર અને દિનચર્યામાં ફેરફાર કરવાનું સૂચવવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ચંદ્રનો જન્મ ફાગણ મહિનામાં થયો હતો, તેથી આ મહિનામાં ચંદ્રની પૂજાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે,ફાગણ મહિનામાં ભગવાન કૃષ્ણની આરાધના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ મહિનાની પૂનમના દિવસથી આહાર અને જીવનશૈલીમાં બદલાવ કરવો જોઈએ. આ મહિનામાં ભોજનમાં અનાજનો ઉપયોગ ઓછો અને ફળોનું સેવન વધારે કરવું જોઈએ.

ફાગણી પૂનમથી દિનચર્યા બદલવી જોઈએ
આયુર્વેદના નિષ્ણાતોનું અનુસાર ફાગણ મહિનાની પૂનમે વસંતઋતુનો પ્રભાવ વધારે જોવા મળે છે. એટલા માટે આ દિવસથી ખાવા-પીવામાં ફેરફાર કરવો જોઈએ. દિવસ દરમિયાન સૂવું ન જોઈએ.
હલકો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. ખોરાકમાં ફળોનો વધુ ઉપયોગ કરવો જોઈએ. તેમજ નવા અનાજનો ઉપયોગ ટાળવો જોઈએ અને જૂના અનાજનો ઉપયોગ કરવો જોઈએ.

સ્વભાવમાં ઉત્સાહનો સંચાર વધે છે
ફાગણી પૂનમ એટલે વસંતની પૂર્ણિમા. આ ઋતુમાં પ્રકૃતિમાં પરિવર્તનની શરૂઆત થાય છે. તો બીજી તરફ, પૂર્ણિમા પર ચંદ્ર તેની સોળ કળાઓ સાથે જોવા મળે છે. આ તિથિનો સ્વામી ચંદ્ર છે તેથી ચંદ્રનો પ્રભાવ પણ વધે છે.
ચંદ્ર તેના કિરણો સાથે પ્રકૃતિમાં વધુ સકારાત્મક ફેરફારોનું કારણ બને છે. ચંદ્ર અને વસંતની અસરને કારણે આ દિવસે પ્રકૃતિમાં ઉત્સાહનો સંચાર વધે છે.