18 સપ્ટેમ્બરથી વિષ્ણુ ભક્તિનો મહિનો શરૂ:અધિક માસમાં દાન, તપ, જાપ અને ધ્યાન કરો, આ 4 કામથી અભાવ, દબાણ, તણાવ અને અશાંત સ્વભાવ ઠીક થાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન વિષ્ણુના અવતારોનો સંદેશ- જીવનમાં સંઘર્ષ ક્યારે પૂર્ણ થતો નથી, સમસ્યાઓ બની રહેશે, પરંતુ દરેક સમસ્યાનું સમાધાન પણ થાય છે

પુરુષોત્તમ મહિનો એટલે ઉત્તમ થવાની સંભાવનાનો મહિનો. તેને અધિકમાસ પણ કહેવામાં આવે છે. આ મહિનો 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી રહેશે. આ સમયગાળો સારા કરેલાં કર્મોનું ફળ પ્રાપ્ત કરવાનો છે. જે લોકો પરિવારમાં રહે છે, તેમના માટે વિષ્ણુ ભક્તિના આ દિવ્ય દિવસ માનવામાં આવે છે. મહામારીના આ કાળમાં પુરુષોત્તમ મહિનો આવવો આપણાં માટે વરદાન સાબિત થઇ શકે છે. આપણે આ મહિનાને યોગ્ય રીતે સમજવો અને આ મહિનામાં જે કરવું જોઇએ તેને યોગ્ય રીતે કરવું, આ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે.

આ સમય આપણાં જીવનના દરેક પક્ષ કોવિડ-19થી પ્રભાવિત છે. આપણી ભક્તિ પણ તેનાથી બચી શકી નથી. ડોક્ટરો કહે છે જ્યારે કોઇ ઉપર કોરોનાનો પ્રહાર થાય છે ત્યારે ચાર મુખ્ય લક્ષણ સામે આવે છે- ઉધરસ, તાવ, શ્વાસની તકલીફ અને શરીરનો દુખાવો. તેનો ઇલાજ તો ડોક્ટરો જ કરશે, પરંતુ તેના સાઇડ ઇફેક્ટ્સ પણ કોઇ બીમારીથી ઓછા નથી. અભાવ, દબાણ, તણાવ અને સ્વભાવ તેના સાઇડ ઇફેક્ટ બનીને જીવનમાં નવા સ્વરૂપે રોગ બનીને ઉતરી ચૂક્યા છે, તેનો ઇલાજ જાતે જ કરવાનો હોય છે.

ભાગવત પુરાણમાં છઠ્ઠા સ્કંધની શરૂઆતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે- તમારા ડોક્ટર તમે જાતે જ બનો. તેમાં ભક્તિ ખૂબ જ મદદ કરશે. આ મહિનો ભક્તિ કરવાનો છે. તમારી ભક્તિને ઉપચાર બનાવવાની બધી જ તક આ મહિનામાં છે. કેવી ભક્તિ કરવી અને કેવી રીતે લાભ ઉઠાવો, આ રીતે સમજો....

ડોક્ટર પણ માને છે કે, જે લોકો આ બીમારીને લઇને ઓવર કોન્ફિડન્ટ છે જેમને બેદરકાર પણ કહી શકાય છે તે અને બીજા એ લોકો જે ખૂબ જ નિરાશ છે, જેઓ બીમારીથી હારી ગયા છે. બની શકે છે મૃત્યુ સુધી પહોંચી જાય. પરંતુ જે ઉત્સાહમાં રહે છે, આત્મવિશ્વાસ ભરપૂર છે, તેઓ બચી જશે. તો આ મહિને તમે પોતાને બીજી શ્રેણીમાં રાખી શકો છો.

ભગવાન વિષ્ણુના દસ અવતારો મુખ્ય માનવામાં આવે છે- મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ. દરેક અવતારે પાંચ સંદેશ આપ્યાં છેઃ-

1. જીવનમાં સંઘર્ષ ક્યારેય પૂર્ણ થશે નહીં, સમસ્યા બની રહેશે.

2. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. માત્ર, શોધતાં આવડવું જોઇએ.

3. મારો વિશ્વાસ તોડવો નહીં.

4. હું તમારા માટે લડીશ અને તમને લડવા માટે યોગ્ય બનાવીશ.

5. પરંતુ, મારી એક શરત છે કે ભક્તિ કરવી પડશે.

વિષ્ણુજીના બધા અવતારે આ પાંચ સંદેશ આપ્યો છે. જોકે, આ મહિનામાં તમે તમારી રીતે પૂજા-પાઠ કરી શકો છો, પરંતુ ઇચ્છા હોય તો એક પ્રયોગ કરી શકાય છે. વિષ્ણુજીના આ દસમાંથી બે મુખ્ય અવતાર છે- શ્રીરામ અને શ્રીકૃષ્ણ. તો બે મંત્રોનો પ્રયોગ કરી શકાય છે.

પહેલો - हरे राम हरे राम, राम राम हरे हरे.. हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे..। આ મહામંત્ર છે

બીજો - ऊँ नमो भगवते वासुदेवाय..। આ દ્વાદશ મંત્ર છે. ભાગવતમાં કૃષ્ણજીને આ મંત્ર દ્વારા જ યાદ કરવામાં આવ્યાં છે.

હવન પણ કરી શકો છો. શક્યતા હોય તો હનુમત હવન કરો. આ અનુષ્ઠાનને દરરોજ ચાર ભાગમાં વહેંચીને સરળતાથી કરીને આ મહિને લાભ ઉઠાવી શકો છો. આ મહિનામાં વિશેષ કેમ કરવું? તેનો જવાબ છે- વ્યક્તિના જીવનમાં અભાવ, દબાણ, તણાવ અને સ્વભાવની બીમારી પણ જન્મ લઇ ચૂકી છે.

કયા સમયે કરો? સવાર, બપોર, સાંજ અને રાત

સમયશું કરવુંશું લાભ મળશે
સવારદાનઅભાવ દૂર થશે
બપોરતપદબાણ દૂર થશે
સાંજજાપતણાવ દૂર થશે
રાતધ્યાનસ્વભાવ શાંત થશે

અભાવ દૂર કરવા માટે સવારે દાન કરોઃ-
આ મહામારીએ દરેકના જીવનમાં એક અભાવ પેદા કર્યો છે અને તેના દ્વારા જ એક ભય જન્મ્યો છે. કાલે શું થશે. તેને દૂર કરવા માટે સવાર-સવારમાં પ્રયોગ કરો. પોતાના માટે સૌથી મોટું દાન સમયનું કરો. યોગાસન માટે સમય કાઢો. જો કોઇ વસ્તુ દાન કરવા માંગો છો તો ત્રીસ દિવસના દાનની યાદી બ્રાહ્મણને જણાવી શકો છો.

દબાણ દૂર કરવા માટે બપોરે તપ કરોઃ-
આ સમયે જીવનના ચારેય ક્ષેત્ર (વ્યવસાયિક, સામાજિક, પારિવારિક અને અંગત)માં દબાણ આવી ગયું છે. દબાણનો સૌથી મોટો ખતરો એ છે કે, જો તે થોડાં સમય માટે અટકી જાય તો તણાવમાં બદલાઇ જાય છે. જોકે, જીવનશૈલી બદલાઇ ગઇ, સહજતા દૂર થઇ ગઇ તો દબાણ આવવું સ્વાભાવિક છે. એવામાં બપોરના સમયે તપ કરો.

અહીં તપનો અર્થ ધૂની કરીને બેસવાનો નથી. બપોરે જ્યારે તમે તમારા કાર્યોમાં વ્યસ્ત હોય, તે સમયે તપનો અર્થ છે કે, પૂર્ણ સાવધાની રાખવામાં આવે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડવોશ અને સ્વચ્છતા જ સૌથી મોટું તપ છે જે તમારે તે સમયે નિભાવવાનું છે જ્યારે દિવસમાં અનેક લોકોના સંપર્કમાં આવી જવાની સંભાવના રહે છે. અહીં તમારી સાવધાનીને પરમાત્મા ભક્તિ જ માનવામાં આવશે.

તણાવ દૂર કરવા માટે સાંજે જાપ કરોઃ-
આ સમયે સૌથી મોટો તણાવ તો એ થઇ ગયો છે કે, કોરોના રૂપી આ બીમારી જશે ક્યારે. બીજી વાત એ છે કે, કોઇ એકને બીમારી થઇ જાય તો તેની સાથેના લોકો પણ થઇ જાય છે. જીવન, જીવિકા અને જગતને એકસાથે તણાવ આપ્યો છે.

સાંજે વ્યક્તિની ઊર્જા નેગેટિવ થઇ જાય છે તો તણાવ વધી જાય છે. આ સમયે જાપ કરો. બે મંત્રોમાંથી કોઇપણનો માનસિક જાપ કરીને સંકલ્પ લો કે, આપણે ભગવાનનો વિશ્વાસ વધારીશું. બસ, તણાવ આપમેળે જ ઓછો થવા લાગશે.

સ્વભાવ શાંત કરવા માટે રાતે ધ્યાન કરોઃ-
એવો સમય આવ્યો કે, મનુષ્યોનો સ્વભાવ બદલાવા લાગ્યો. સારા-સારા સમર્થ લોકો ભયભીત દેખાઇ રહ્યા છે. બાળકો ચીડચીડિયા થઇ ગયાં. ઘરમાં ક્લેશ થવા લાગ્યો. સ્વાભાવિક જીવન જીવતાં લોકો પણ અસ્વાભાવિક થઇ ગયાં. જ્યારે મનુષ્યના સ્વભાવ ઉપર પ્રહાર થાય છે ત્યારે તે સંપૂર્ણપણે રોગી થઇ જાય છે.

રાતે સૂતા પહેલાં ધ્યાન કરો. મેડિટેશનનો આ અધિક માસ ખૂબ જ સારો અવસર છે. આ સમયે તમે તમારી શક્તિને કેન્દ્રિત કરી રહ્યા છો અને શરીર, મન અને આત્માના અંતરને નિદ્રા પૂર્વ તથા નિદ્રામાં સમજવી સરળ થઇ જાય છે. જો રાતે ધ્યાન સાથે સૂવામાં આવે તો બીજા દિવસે સવારે તમને એકસાથે પરમશક્તિ થશે. આ પરમશક્તિ આ પુરુષોત્તમ માસના પ્રાણ છે. જો અધિકમાસના સમયગાળામાં આ ચાર પ્રહર યોગ્ય રીતે વિતાવી લેશો તો આ વર્ષે પુરુષોત્તમ માસ કોરોના સામે લડવામાં વેક્સીનેશન જેવું કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...