તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આજથી અધિકમાસ:આજથી એક મહિના સુધી માંગલિક કાર્ય વર્જિત, ખરીદારી અને મોટા સોદા કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરુષોત્તમ મહિનો ભક્તિ, વૈભવ અને સંપન્નતા વધારનાર છે
  • જે પણ કરો તે ભગવાન કૃષ્ણને સમર્પિત કરો

શુક્રવારથી અધિકમાસ શરૂ થઇ રહ્યો છે. લક્ષ્મી અને શક્તિના દિવસથી શરૂ થઇ રહેલો આ માસ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની આરાધના થાય છે. ગ્રંથોમાં જણાવ્યાં પ્રમાણે, પુરુષોત્તમ મહિનામાં જે પણ કરો, તે ભગવાન કૃષ્ણને સમર્પિત કરો. જાપ, પૂજા, વ્રત, દાનથી લઇને કોઇપણ વસ્તુ ખરીદવા સુધી તમે બધું જ કૃષ્ણને સમર્પિત કરો છો, તો તે તમારા વૈભવમાં વધારો કરનાર હોય છે.

શાસ્ત્રોમાં માત્ર માંગલિક કાર્યો માટે અધિક માસને વર્જિત માનવામાં આવે છે. આ સિવાય કોઇ કામ કરવાની મનાઈ નથી. જો કોઇ મોટો વ્યાપારિક સોદો કરવા માંગો છો તો કરી શકો છો. કઇંક ખરીદવા માંગો છો તો ખરીદી શકો છો. એસ્ટ્રો એડવાઇઝર શ્યામ એસ. ઠાકુરના જણાવ્યાં પ્રમાણે જો તમે તમારી રાશિ પ્રમાણે કંઇ ખરીદવા માંગો છો તો ખરીદી શકો છો. આ એક ભ્રમ છે કે, અધિકમાસમાં નવી સામગ્રી ખરીદી શકાય નહીં.

કઇ રાશિના લોકોએ શું ખરીદવું જોઇએઃ-
મેષ અને વૃશ્ચિક- સંપત્તિમાં રોકાણ, હથિયાર, મશીન, વાહન વગેરે.

વૃષભ અને તુલા- વૈભવ વધારનારી સામગ્રી, રત્ન, નવા વસ્ત્ર, ઘરેણાં વગેરે

મિથુન અને કન્યા- કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઇસ, સંચાર સંબંધિત, ગણિતને લગતી વસ્તુઓ.

કર્ક- નવા વસ્ત્ર, ચાંદીના ઘરેણાં, વાસણ વગેરે.

સિંહ- આધ્યાત્મિક સામગ્રી જરૂરિયાતની વસ્તુઓ, વાહન, મશીન વગેરે.

ધન અને મીન- સોનાના ઘરેણાં, વસ્ત્ર, વિદ્યા અભ્યાસની સામગ્રી.

મકર અને કુંભ- લોખંડની સામગ્રી, મશીન, હથિયાર, શ્રમ ક્ષેત્ર સાથે જોડાયેલી વસ્તુઓ

શુક્રવાર અને ઉત્તરા ફાગણ નક્ષત્ર સાથે શરૂઆતઃ-
અધિક માસની શરૂઆત શુક્રવારથી થઇ રહી છે, તે દેવી લક્ષ્મીનો દિવસ છે. તે સમયે ઉત્તરા ફાગણ નક્ષત્ર રહેશે. જ્યોતિષમાં ઉત્તરા ફાગણ નક્ષત્ર ખૂબ જ તીવ્ર ફળ આપનાર માનવામાં આવે છે. આ નક્ષત્રમાં મહિનાની શરૂઆત શુભ અને ઝડપથી ફળ આપનારી માનવામાં આવે છે. ઉત્તરા ફાગણ સન્માન અને સમૃદ્ધિમાં પણ ઝડપથી વૃદ્ધિ કરે છે, પરંતુ જો કંઇ ખોટું કામ કરી રહ્યા છો તો તેનું ખરાબ ફળ પણ તેટલું જ ઝડપથી મળે છે. અધિકમાસમાં કરેલાં વૈભવ સંબંધી કાર્યો ઝડપથી પરિણામ આપનાર રહેશે.

પુરુષોત્તમ મહિનો ધન, સંતાન સુખ સહિત બધા જ વૈભવ પ્રદાન કરે છેઃ-
અધિકમાસ તે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે, જ્યારે વ્યક્તિ ભગવાન નજીક જવાનો પ્રયાસ ઝડપથી લઇ શકે છે. સ્વાધ્યાય અને સ્વભાવગત પરિવર્તનોથી પોતાને પરમશક્તિ પાસે લઇ જઇ શકાય છે.

પુરાણો કહે છે- येनाहमर्चितो भक्त्या मासेस्मिन् पुरुषोत्तमे। धनपुत्रसुखं भुकत्वा पश्चाद् गोलोकवासभाक्।।

એટલે- પુરુષોત્તમ માસમાં નિયમ સાથે રહીને ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તિપૂર્વક તે ભગવાનની પૂજા કરનાર અહીં ધન, પુત્ર વગેરેનું સુખ ભોગવીને મૃત્યુ પછી ભગવાનના દિવ્ય ગોલોકમાં નિવાસ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો