તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Adhik Maas 2020 Devotees Will Not Be Able To See Manorath In Nathdwara, Only 30% People Are Coming To Dwarka, No Big Event In Jagannathpuri

અધિકમાસમાં 4 સૌથી મોટાં કૃષ્ણ મંદિર:નાથદ્વારામાં ભક્તો મનોરથ દર્શન કરી શકશે નહીં, દ્વારકામાં 30% લોકો જ આવી રહ્યા છે, જગન્નાથ પુરીમાં કોઈ મોટું આયોજન યોજાશે નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંધ્રના તિરુપતિ બાલાજીમાં 2018ના અધિકમાસમાં જેવું વાતાવરણ હતું એવું રહેશે નહીં.
  • રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર

શુક્રવારથી અધિકમાસ શરૂ થઈ રહ્યો છે. આ ભગવાન કૃષ્ણની ભક્તિનો મહિનો છે, પરંતુ, આ વર્ષે કોરોનાના કારણે દેશનાં ચાર સૌથી મોટાં કૃષ્ણ મંદિરોમાં અધિકમાસનો કોઈ ઉત્સવ યોજાશે નહીં. રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિર, ગુજરાતના દ્વારકાધીશ, પુરીના જગન્નાથ મંદિર અને આંધ્રના તિરુપતિ બાલાજીમાં તેવું વાતાવરણ રહેશે નહીં, જે 2018ના અધિકમાસમાં હતું.

આ ચાર મોટાં મંદિરોમાં કોરોનાકાળમાં કેવી રીતે ઉત્સવો ઊજવાશે એ જાણો.....

નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરને હવેલી પણ કહેવામાં આવે છે. આ મંદિર વર્ષો જૂનું છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું આ સૌથી મોટું પીઠ માનવામાં આવે છે.
નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરને હવેલી પણ કહેવામાં આવે છે. આ મંદિર વર્ષો જૂનું છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું આ સૌથી મોટું પીઠ માનવામાં આવે છે.

નાથદ્વારા- દ્વાર બંધ રહેશે, બહારના લોકોને દર્શનની મંજૂરી નથીઃ-

રાજસ્થાનના નાથદ્વારાસ્થિત શ્રીનાથજી મંદિર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આ મંદિર પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વનું છે. મંદિરમાં અધિકમાસ આયોજન સમિતિનું કામ સંભાળી રહેલા પં. સુધાકર ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, અધિકમાસ તેવી જ રીતે ઊજવાશે જેમ દર વખતે ઊજવવામાં આવે છે.

દરરોજ એક નવો મનોરથ રહેશે. ભગવાનને રોજ નવો શ્રૃંગાર થશે, ભોગથી લઈને બધી જ વસ્તુઓ અધિકમાસ પ્રમાણે જ થશે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે કોઈ બહારની વ્યક્તિઓનો પ્રવેશ થશે નહીં. જોકે ઠાકોરજીની તસવીર લેવાની મનાઈ છે, એટલે લાઇવ દર્શનની વ્યવસ્થા પણ નથી. છતાંય અમે કોશિશ કરી રહ્યા છીએ કે ભક્તોને થોડાં મનોરથ દર્શન થઈ શકે. મંદિર સમિતિએ ઓનલાઇન સેવા અને મનોરથ બુકિંગની વ્યવસ્થા શરૂ કરી છે. દર અધિકમાસમાં અહીં 2 લાખથી વધારે ભક્તો દર્શન કરવા આવે છે.

દ્વારકાના જગતમંદિરમાં થોડા દિવસ પહેલાં જ શ્રદ્ધાળુઓનો પ્રવેશ શરૂ થયો છે, પરંતુ હાલ અહીં ઘણી ઓછી સંખ્યામાં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
દ્વારકાના જગતમંદિરમાં થોડા દિવસ પહેલાં જ શ્રદ્ધાળુઓનો પ્રવેશ શરૂ થયો છે, પરંતુ હાલ અહીં ઘણી ઓછી સંખ્યામાં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

દ્વારકા- મંદિરમાં 30% લોકો જ આવી રહ્યા છે, પરંતુ ઓનલાઇન દર્શન કરી શકાશે

ભગવાન કૃષ્ણની નગરી ગુજરાતના દ્વારકાના જગતમંદિરમાં દર્શન તો શરૂ થઈ ગયાં છે, પરંતુ હાલ 30% લોકો જ દર્શન કરવા આવી રહ્યા છે. કોરોનાના કારણે રોજ લગભગ ત્રણ હજાર લોકો આવી રહ્યા છે. જગતમંદિરના મુખ્ય પૂજારી પ્રણવભાઈના જણાવ્યા પ્રમાણે, અધિકમાસમાં પણ એટલી જ સંખ્યામાં લોકો આવી શકશે.

આ સંપૂર્ણ મહિનામાં ભગવાનના એ બધા મનોરથ (શ્રૃંગાર, ભોગ અને દર્શન) થશે, જે સામાન્ય રીતે એક વર્ષમાં અલગ અલગ અવસરે થાય છે. કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરીને બધા જ મનોરથનાં દર્શન થશે. સમિતિ સંપૂર્ણ વ્યવસ્થાની દેખરેખ કરી રહી છે. જે લોકો મંદિર જઈ શકતા નથી, તેઓ બધા મનોરથનાં દર્શન મંદિરની ઓફિશિયલ વેબસાઇટ પર કરી શકશે.

જગન્નાથ પુરી મંદિરમાં છેલ્લા 6 મહિનાથી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મંદિરના બધા ઉત્સવ પરિસરની અંદર જ થોડા લોકોની હાજરીમાં થઈ રહ્યા છે.
જગન્નાથ પુરી મંદિરમાં છેલ્લા 6 મહિનાથી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મંદિરના બધા ઉત્સવ પરિસરની અંદર જ થોડા લોકોની હાજરીમાં થઈ રહ્યા છે.

જગન્નાથ પુરી- આ વર્ષે કોઈ મોટું આયોજન નહીં, સામાન્ય પૂજાપાઠ થશેઃ-

ઓડિસામાં પુરીના જગન્નાથ મંદિરમાં આ વર્ષે અધિકમાસનું કોઈ વિશેષ આયોજન યોજાઈ રહ્યું નથી. દરરોજની જેમ મંદિરમાં પૂજા અને અનુષ્ઠાન થશે. લગભગ 6 મહિનાથી બંધ આ મંદિરમાં આ સમયે પણ શ્રદ્ધાળુઓને એન્ટ્રી નથી.

મંદિર સમિતિના સભ્ય અને પૂજારી પં. શ્યામ મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે, પુરી સહિત ઓડિસાના મોટા ભાગનાં ક્ષેત્રોમાં કોરોના કેસ વધી રહ્યા છે. મંદિરમાં માત્ર સમિતિ સભ્યો અને પૂજારીઓને જ પ્રવેશ છે. અધિકમાસ દરમિયાન કોઈ વિશેષ આયોજન થશે નહીં.

બ્રહ્મોત્સવ માટે તિરુપતિ બાલાજી મંદિર સજાવવામાં આવ્યું. દર વર્ષે બ્રહ્મોત્સવમાં અહીં 10 લાખથી વધારે લોકો આવે છે.
બ્રહ્મોત્સવ માટે તિરુપતિ બાલાજી મંદિર સજાવવામાં આવ્યું. દર વર્ષે બ્રહ્મોત્સવમાં અહીં 10 લાખથી વધારે લોકો આવે છે.

તિરુપતિ- બ્રહ્મોત્સવની તૈયારી પૂર્ણ, 19થી 27 સુધી દરરોજ મોટાં આયોજનઃ-

આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં આ વર્ષે અધિકમાસમાં બ્રહ્મોત્સવનું આયોજન થઈ રહ્યું છે. જોકે આ દર વર્ષની જેમ ભવ્ય રીતે યોજાશે નહીં, કેમ કે લોકોની સંખ્યા ઓછી જ રહેશે. આ સમયે મંદિરમાં લગભગ 13થી 14 હજાર લોકો જ દર્શન કરી રહ્યા છે.

દર વર્ષે બ્રહ્મોત્સવમાં કરોડોનો ખર્ચ થાય છે, કેમ કે દેશ-દુનિયાથી ભગવાન વૈંકટેશ્વરના ભક્ત આ દરમિયાન અહીં પહોંચે છે. મંદિર ટ્રસ્ટના પીઆરઓ ટી. રવિના જણાવ્યા પ્રમાણે, 19થી 27 સુધી બ્રહ્મોત્સવનું આયોજન થશે, જેમાં રોજ ભગવાનના નવા શ્રૃંગાર અને વાહનોની સેવા થશે. રોજ કોઈ એક નવા વાહન ઉપર ભગવાન ભ્રમણ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો