તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ વર્ષે 12 નવેમ્બરથી પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઇ રહ્યો છે. 12 તારીખના રોજ ધનતેરસ છે. આ વર્ષે પંચાંગ ભેદના કારણે 13 તારીખે પણ તેરસ તિથિ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે ધનતેરસ ભગવાન ધનવંતરિ અને યમરાજની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ તિથિએ પોતાની રાશિ પ્રમાણે ખરીદારી પણ કરી શકાય છે.
પ્રાચીન સમયે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનમાં આસો મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ ભગવાન ધનવંતરિ અમૃત કળશ સાથે પ્રકટ થયાં હતાં. ધનવંતરિ આયુર્વેદના દેવતા છે. સારા સ્વાસ્થ્ય માટે તેમની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે યમરાજની પૂજા કરવાથી ભય દૂર થાય છે. આ દિવસે ખરીદારી કરવાનું પણ મહત્ત્વ છે. જો ધનતેરસના દિવસે રાશિ પ્રમાણે વસ્તુઓ ખરીદો છો તો જ્યોતિષીય ગ્રહોથી પણ શુભ ફળ મળી શકે છે. જાણો મેષ થી મીન સુધી, ધનતેરસના દિવસે કઇ-કઇ વસ્તુઓ ખરીદી શકાય છે....
મેષઃ- આ રાશિના લોકો માટે સોનું, ચાંદી, વાસણ, ઘરેણાં, હીરા, વસ્ત્ર વગેરે વસ્તુઓ ખરીદવી શુભ રહેશે.
વૃષભઃ- સોના, ચાંદી, પીત્તળ, કાંસું, હીરો, કમ્પ્યૂટર વગેરે ખરીદી શકાય છે. કેસર અને ચંદન પણ ખરીદી શકો છો.
મિથુનઃ- જમીન, મકાન, પ્લોટ વગેરેના સોદા માટે પણ આ તિથિ લાભદાયક રહેશે. આ દિવસે મગ, સોનું, ચાંદી વગેરે વસ્તુઓ ઘરે લાવી શકાય છે.
કર્કઃ- સોના, ચાંદી, વાહન, ઘરેણાં વગેરે ખરીદી શકો છો. આ દિવસે જૂની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઇએ.
સિંહઃ- વાહન, વીજળી ઉપકરણ, સોના, ચાંદી, તાંબુ, પીત્તળ, વાસણ, લાકડાનો સામાન ખરીદી શકો છો.
કન્યાઃ- આ લોકોએ ચાંદીની ખરીદારી કરવાથી બચવું જોઇએ. જમીન, ઘર વગેરેનો સોદો આ તિથિએ કરી શકો છો.
તુલાઃ- આ સમયે તમારે સંતોષ જાળવી રાખવો જોઇએ. રોકાણથી બચવું. કોઇ બિનજરૂરી ખરીદારી કરવી હોય તો પરિવારના કોઇ અન્ય સભ્યના નામથી કરો.
વૃશ્ચિકઃ- સોના, ચાંદી, વાસણ, પીત્તળ, વસ્ત્ર, લોખંડ અને તેનાથી બનેલી વસ્તુઓ ખરીદી શકાય છે.
ધનઃ- ગુરુ ગ્રહ આ રાશિમાં છે. તમને જમીન-જાયદાદ વગેરેથી લાભ થઇ શકે છે. મૂલ્યવાન ધાતુઓથી પણ લાભ મળી શકે છે.
મકરઃ- તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે. બધી જ વસ્તુઓની ખરીદારીથી લાભ મળી શકે છે. વસ્ત્ર અને સોનું ખરીદવું વધારે શુભ રહેશે.
કુંભઃ- આ લોકો પુસ્તક, વાહન, ઇલેક્ટ્રોનિક્સ, લાકડાનું ફર્નીચર અને ઘરમાં સજાવટની વસ્તુઓ ખરીદી શકે છે.
મીનઃ- સોના-ચાંદી, રત્ન વગેરે વસ્તુઓ ખરીદવા માટે સારો યોગ છે. શેરબજારમાં રોકાણ સમજી-વિચારીને કરો. વસ્ત્ર અને આભૂષણ પણ ખરીદી શકાય છે.
આ પણ વાંચોઃ-
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.