તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આવું કેમ:સ્કંદ પુરાણ પ્રમાણે વાંસ સળગાવવાથી પિતૃ દોષ લાગે છે, આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે

4 દિવસ પહેલા
  • ભારતીય વાસ્તુ વિજ્ઞાનમાં વાંસને શુભ માનવામાં આવે છે, લગ્ન સહિત અન્ય માંગલિક કાર્યોમાં વાંસનો મંડપ બનાવવામાં આવે છે

શાસ્ત્રોમાં વાંસના લાકડાને બાળવું વર્જિત છે. કોઇપણ હવન અથવા પૂજન વિધિમાં વાંસને બાળવામાં આવતું નથી. ભારતીય સનાતન પરંપરાઓમાં વાંસને બાળવાની મનાઈ છે. એવું કહેવામાં આવે છે કે, જો વાંસના લાકડાને બાળવામાં આવે તો તેનાથી વંશ નષ્ટ થઇ જાય છે અને પિતૃદોષ લાગે છે. આ સિવાય ભગવાન શ્રીકૃષ્ણ હંમેશાં પોતાની પાસે વાંસની વાંસળી રાખતાં હતાં. ભારતીય વાસ્તુ વિજ્ઞાનમાં પણ વાંસને શુભ માનવામાં આવે છે. લગ્ન, જનોઈ, મુંડન વગેરેમાં વાંસની પૂજા તથા વાંસથી મંડપ બનાવવા પાછળ આ જ કારણ છે. એટલે, વાંસને બાળવું શુભ મનાતું નથી. એવું પણ માનવામાં આવે છે કે, વાંસનો છોડ જ્યાં હોય છે ત્યાં નકારાત્મક ઊર્જા રહેતી નથી. તેની પાછળ અનેક વૈજ્ઞાનિક તથ્ય પણ છે.

વાંસ બાળવું સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છેઃ-
વાંસના લાકડામાં લેડ સાથે અન્ય અનેક પ્રકારની ધાતુ હોય છે. એવામાં જો તેને બાળીને નષ્ટ કરવામાં આવે તો આ ધાતુઓ પોતાનો ઓક્સાઇડ બનાવી લે છે, જેના કારણે વાતાવરણ દૂષિત થાય છે અને તે તમારી મૃત્યુનું કારણ પણ બની શકે છે. કેમ કે, તેના અંશ હવામાં મિશ્રિત થયેલાં રહે છે અને જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તે તમારા શરીરમાં પ્રવેશ કરે છે. તેના કારણે મગજ અને લીવરને લગતી પરેશાનીઓનો ખતરો વધે છે. મોટાભાગે અગરબત્તી વાંસની બને છે.

શાસ્ત્રોમાં પૂજન વિધાનમાં કોઇપણ જગ્યાએ અગરબત્તીનો ઉલ્લેખ મળી આવતો નથી. દરેક જગ્યાએ ધૂપબત્તી લખાયેલું જોવા મળે છે. અગરબત્તી વાંસ અને કેમિકલથી બનાવવામાં આવે છે. જેની સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. ફેંગશુઈમાં લાંબા આયુષ્ય માટે વાંસનો છોડ ખૂબ જ શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે. તે સારા ભાગ્યનો પણ સંકેત આપે છે, એટલે તેને બાળવો ફેંગશુઈની દૃષ્ટિએ અશુભ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો