જ્ઞાન ઘરની બહાર જ નહીં, ઘરની અંદર પણ મળી શકે છે. ઘર-પરિવારમાં જો કોઈ વ્યક્તિ જ્ઞાની હોય અને તે કોઈ શીખ આપી રહ્યો હોય તો તેનો સ્વીકાર જરૂર કરો. જ્ઞાન જ્યાંથી મળે, તેને હકારાત્મકતા સાથે સ્વીકાર કરવું જોઈએ. આ વાત આપણે દેવહૂતિ અને તેમના પુત્ર કપિલ દેવની કથાથી સમજી શકીએ છીએ
પ્રાચીન સમયમાં કર્દમ નામના એક ઋષિ અને તેમની પત્ની હતી દેવહૂતિ. તેમના પુત્રનું નામ હતું કપિલ દેવ. કપિલ મુનિને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. એક દિવસ કર્દમ ઋષિને નક્કી કર્યું કે તે તપસ્યા કરવા જંગલમાં જશે. તેમને દેવહૂતિને પોતાના પુત્ર કપિલ દેવ પાસે મોકલી. કપિલ દેવ ખૂબ જ જ્ઞાની અને વિદવાન હતાં.
એક દિવસ માતા દેવહૂતિએ પોતાના પુત્ર કપિલ દેવને કહ્યું કે તું જ્ઞાની છે, ભગવાનનો અવતાર છે તો તું મને પ્રવચન સંભળાવ.
માતાની આજ્ઞા માનીને કપિલ દેવને જીવન વિશે ઉપદેશ આપ્યો. જ્યારે પ્રવચનનું અંતિત ચરણ ચાલી રહ્યું હતું, ત્યારે દેવહૂતિ આ વાત સમજી ચૂકી હતી કે મૃત્યુ અટલ છે. દરેક વ્યક્તિને એક દિવસ મરવાનું જ છે.
પોતાના પુત્ર કપિલના પ્રવચનોથી માતા દેવહૂતિને સમજાઈ ગયું કે મરતાં પહેલાં આપણે પોતાના આત્મ કલ્યાણ માટે કોઈને કોઈ સારા કામ જરૂર કરવા જોઈએ. પુત્ર પાસેથી પ્રાપ્ત થયેલી શીખ પછી દેવહૂતિ એકાગ્રતાની સાથે રોજ ધ્યાન કરવા લાગી.
જ્યારે દેવહૂતિનો અંતિમ સમય આવ્યો તો તેને પોતાના પુત્ર કપિલ દેવની ચિંતા થવા લાગી, તે વિચારી રહી હતી કે કપિલના પિતા તપસ્યા કરવા ગયા છે પરંતુ જો હું મરી ગઈ તો મારો પુત્ર એકલો રહી જશે.
અંતિમ સમયમાં દેવહૂતિને પોતાના પુત્રના ઉપદેશને યાદ કર્યો અને તે સમજી ગઈ કે મૃત્યુ તો થવાનું જ છે. ત્યારબાદ તેનું મન શાંત થયું અને ધ્યાન કરવા લાગી. આ પ્રકારે પ્રસન્નતાની સાથે તેને પોતાનો દેહત્યાગ કર્યો.
પ્રસંગની શીખ
આ પ્રસંગમાં દેવહૂતિ અને કપિલ દેવે આપણને શિક્ષા આપી છે કે જ્ઞાન કોઈના દ્વારા પણ મળી શકે છે. ઘર-પરિવારમાં જો કોઈ વ્યક્તિ ઉઁમરમાં નાની હોય, પરંતુ જ્ઞાની હોય તો તેના દ્વારા જીવન સાથે જોડાયેલી શીખ લઈ શકાય છે. આપણે જ્યાંથી પણ જ્ઞાન મળે, તેનો સ્વીકાર કરવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.