તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢની પરંપરા:આ મહિનામાં સૂર્ય પૂજાથી બીમારીઓ દૂર થાય છે, ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યને જળ ચઢાવવાથી પોઝિટિવ ઊર્જા મળે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે, ભવિષ્ય પુરાણમાં સૂર્યપૂજાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે

અષાઢ મહિનો 11 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રહેશે. આ મહિને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાની પરંપરા છે. અષાઢ મહિના દરમિયાન સૂર્ય પોતાના મિત્ર ગ્રહની રાશિમા હોય છે. તેનાથી સૂર્યનો શુભ પ્રભાવ વધી જાય છે. સ્કંદ પુરાણ પ્રમાણે આ મહિને ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે. અષાઢમાં રવિવાર અને સાતમ તિથિનું વ્રત રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યને જળ ચઢાવવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.

શ્રીરામજીએ યુદ્ધ પહેલા સૂર્યપૂજા કરી હતીઃ-
સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે સૂર્યને દેવતાઓની શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. તેમને ભક્તોને પ્રત્યેક્ષ દર્શન આપનાર પણ કહેવામાં આવે છે. એટલે અષાઢ મહિનામાં સૂર્યદેવને જળ ચઢાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. વાલ્મીકિ રામાયણ પ્રમાણે યુદ્ધ માટે લંકા જતા પહેલા ભગવાન શ્રીરામજીએ પણ સૂર્યને જળ ચઢાવીને પૂજા કરી હતી. તેનાથી તેમને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં મદદ મળી હતી. અષાઢ મહિનામાં સૂર્યને જળ ચઢાવવાથી સન્માન, સફળતા અને ઉન્નતિ મળે છે. દુશ્મનો ઉપર વિજય માટે પણ સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે.

સૂર્ય પૂજાથી પોઝિટિવ ઊર્જા વધે છેઃ-
સૂર્યને જળ ચઢાવવાથી આત્મવિશ્વાસ વધે છે. પોઝિટિવ ઊર્જા વધે છે. અષાઢ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સૂર્યને જળ ચઢાવવાની સાથે જ પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે. ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણએ પોતાના પુત્રને સૂર્ય પૂજાનું મહત્ત્વ જણાવ્યું છે. શ્રીકૃષ્ણએ કહ્યું કે સૂર્ય જ એક પ્રત્યેક્ષ દેવતા છે. એટલે એવા ભગવાન છે જેમને રોજ જોઈ શકાય છે. શ્રદ્ધા સાથે સૂર્યપૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સૂર્ય પૂજાથી અનેક ઋષિઓને દિવ્ય જ્ઞાન પણ પ્રાપ્ત થયું છે.

તાંબાના વાસણથી અર્ઘ્ય આપવું જોઈએઃ-
સવારે સૂર્યોદય પહેલા જાગીને તીર્થ સ્નાન કરો. શક્ય ન હોય તો ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. તે પછી ભગવાન સૂર્યને જળ ચઢાવવું. તેના માટે તાંબાના લોટામાં જળ ભરો અને ચોખા, ફૂલ નાખીને સૂર્યને અર્ઘ્ય આપો. જળ ચઢાવતી સમયે સૂર્યના વરૂણ રૂપને પ્રણામ કરીને ઓમ રવયે નમઃ મંત્રનો જાપ કરો. આ જાપ સાથે શક્તિ, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને સન્માનની કામના કરવી જોઈએ. આ પ્રકારના જળ ચઢાવ્યા પછી ધૂપ, દીપથી સૂર્યદેવનું પૂજન કરો. સૂર્યને લગતી વસ્તુઓ જેમ કે તાંબાના વાસણ, પીળા અને લાલ કપડા, ઘઉં, ગોળ, લાલ ચંદનનું દાન કરો. શ્રદ્ધા પ્રમાણે તેમાંથી કોઈપણ વસ્તુનું દાન કરી શકાય છે. આ દિવસે સૂર્યદેવની પૂજા પછી એક સમય ફળાહાર કરો.