• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj No Jeevan Mantra By Pandit Vijayshankar, Sant Ravidas Ji Story Of Paras Patthar, We Should Not Try To Earn Money From Any Shortcut

આજનો જીવનમંત્ર:કોઈ શોર્ટકટથી ધન કમાવવાના પ્રયાસ ન કરવા જોઈએ, આવું ધન આનંદ આપતું નથી

પંડિત વિજયશંકર મેહતા7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા: સંત રવિદાસ પોતાની ઝૂપડીમાં બેસી જૂતા બનાવવાનું કામ કરી રહ્યા હતા. તેમને સંત રૈદાસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કામથી તેમને જે મળે તેના દ્વારા જ તેઓ જીવન પસાર કરી રહ્યા હતા. તેઓ પોતાની કમાણીથી સંતુષ્ટ હતા.

એક દિવસ એક સાધુ તેમની ઝૂપડીમાં આવ્યા. તેમને જોયું કે રૈદાસ એક સાચા સંત હતા. સાધુએ વિચાર કર્યો કે રૈદાસની તેમણે મદદ કરવી જોઈએ. તેમણે પોતાની થેલીમાંથી એક પત્થર કાઢ્યો અને રૈદાસને કહ્યું કે, 'રૈદાસ જી, આ પારસ પત્થર છે. દુર્લભ છે મને કોઈ જગ્યાએથી મળ્યો છે. હવે આ પત્થર હું તમને આપવા માગુ છું. તેની વિશેષતા છે કે તે લોખંડને સોનામાં પરિવર્તિત કરી દે છે.'

સાધુએ એક લોખંડનો ટુકડો લીધો અને પારસ પત્થર તેને અડાડ્યો તો તે સોનું બની ગયો. સાધુને લાગ્યું કે આ પત્થર સંત રૈદાસ સ્વીકાર કરી લેશે.

સંત રૈદાસ બોલ્યા, 'સાધુ બાબા આ પત્થર તમે તમારી પાસે જ રાખો. હું મહેનતથી કમાણી કરું છું તે મારા માટે પૂરતું છે. મહેનતની કમાણીની મજા જ અલગ છે.'

સાધુએ વારંવાર પત્થર રાખવા માટે કહ્યું તો રૈદાસે કહ્યું, 'તમે આ પત્થર નથી રાખવા માગતા તો તેને અહીંના રાજાને આપી દો. અહીંના રાજા ખૂબ ગરીબ છે. તેને હંમેશાં ધનની જરૂર રહે છે અથવા કોઈ ગરીબ મનવાળા વ્યક્તિની શોધ કરો જે ધનિક છે પરંતુ ધન માટે પાગલ બની રહી હોય.'

આટલું કહી સંત રૈદાસજી પોતાનું કામ કરવા લાગ્યા. ત્યારે તે સાધુને સમજાયું કે સાચા સંત કેવા હોય છે.

બોધ પાઠ: સંત રૈદાસનો સ્વભાવ આપણને શીખવાડે છે કે જીવનમાં ક્યારેય શોર્ટકટ ન લેવો જોઈએ. ઈમાનદારી અને પરિશ્રમથી કમાવેલા ધનનો આનંદ કંઈક અલગ જ હોય છે.