તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj No Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, We Should Respect Knowledge Of Others, We Should Not Proud Of Our Knowledge

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:પોતાના જ્ઞાન પર અભિમાન ના કરવું, બીજાની માહિતી અને બુદ્ધિનું પણ સન્માન કરો

15 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: ગુરુનાનક દેવજી તેમના શિષ્યો સાથે એક વિદ્વાનોના ગામ પાસે પહોંચ્યા. ગુરુનાનકે ગામમાં પ્રવેશ ના કર્યો પણ ગામની સીમા પર જ પોતાનો ડેલો નાખ્યો. દરેક શિષ્યોને આ જોઇને નવાઈ લાગી કે, ગુરુનાનક સીધા ગામમાં નથી ગયા, પરંતુ કોઈ કઈ બોલ્યું નહિ.

બીજે દિવસે તે જ ગામના અમુક લોકો ગુરુનાનક પાસે આવ્યા. તે લોકો એક ગ્લાસમાં છલોછલ દૂધ ભરીને લાવ્યા હતા. ગ્લાસ ગુરુનાનકની સામે મૂક્યો. ગુરુનાનકે તે ગ્લાસમાં થોડી ગુલાબની પાંદડીઓ નાખી. ગામવાસીઓ તે ગ્લાસ લઈને પરત જતા રહ્યા.

થોડા સમય પછી ગામવાસી ફરીથી આવ્યા અને તેમણે ગુરુનાનકને તેમના ગામમાં આવવા માટે આમંત્રણ આપ્યું. આ જોઇને બધા શિષ્યો ચકિત થઈ ગયા.

ગામવાસીઓનાં ગયા પછી શિષ્યોએ કહ્યું, અમને કઈ ખબર ના પડી. પહેલાં તો આપણે ગામની બહાર રોકાયા. પછી ગામવાસીઓ દૂધનો ગ્લાસ લઈને આવ્યા. તમે તેમાં ગુલાબની પાંદડીઓ નાખી અને હવે તેઓ આપણને આમંત્રણ આપી રહ્યા છે.

ગુરુનાનકે કહ્યું, આ એક સાંકેતિક ભાષા છે. આ ગામ વિદ્વાનોનું ગામ છે. આપણે આ વાત પહેલેથી જાણતા હતા. આથી ગામમાં ડાયરેક્ટ પ્રવેશ ના કર્યો. ત્યાંથી સંકેત આવ્યો કે આ ગ્લાસમાં દૂધની જેમ જ્ઞાન છલોછલ ભરેલું છે. હવે તમે અમને શું દેવા આવ્યા છો? ત્યારે મેં ગુલાબની પાંદડીઓ નાખીને કહ્યું, તમારા જ્ઞાન સાથે અમે કોઈ છેડછાડ નહિ કરીએ. અમારી પાસે જેટલું જ્ઞાન છે, તેને તમારા જ્ઞાનથી ઉપર રાખીને પરત જતા રહીશું. ગામવાસીઓએ આ વાત સ્વીકારી લીધી અને આપણને ગામમાં આવવાનું આમંત્રણ આપ્યું.

ગ્લાસમાં દૂધ છલોછલ ભરેલું હતું, જો તેમાં બીજી વસ્તુ ઉમેરવામાં આવત તો દૂધ છલકાય જાત. આથી ગુરુનાનકે તેમાં ફૂલની પાંદડીઓ નાખી. આ પાંદડીઓથી દૂધ પર કોઈ અસર ના થઈ અને તે છલકાયું પણ નહિ.

બોધપાથ: ગુરુ નાનકે આપણને એક વાત સમજાવી છે કે દુનિયામાં દરેક પોતાની રીતે વિદ્વાન છે, પરતું જ્યારે બે વિદ્વાન મળે છે તો તેમની વચ્ચે બોલાચાલી થઈ જાય છે. આવું ના થવું જોઈએ. એક વિદ્વાનનાં જ્ઞાનથી બીજા વિદ્વાનના જ્ઞાનને નુકસાન ના પહોંચાડો. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આપણે જ્ઞાની છે, તે વાતનું અભિમાન ના કરવું જોઈએ. બીજાને મૂર્ખ સમજવાની ભૂલ ના કરો. બીજાની બુદ્ધિ, જ્ઞાન અને કોઠાસૂઝનું પણ સન્માન કરવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો