આજનો જીવનમંત્ર:એકસાથે વધારે કામ કરવાથી સફળતા મળતી નથી અને મહેનત નકામી જાય છે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: સ્વામી વિવેકાનંદનાં આશ્રમમાં એક વ્યક્તિ સતત પ્રશ્ન પૂછી રહ્યો હતો અને ઝઘડી રહ્યો હતો. તે વ્યક્તિ બોલી રહ્યો હતો કે, મને કામમાં સફળતા મળતી નથી. આખા દિવસમાં ઘણા કામ કરું છું, ઘણી મહેનત કરું છું પણ કોઈ કામ પૂરું થતું નથી.

સ્વામી વિવેકાનંદ તેને કઈ સમજાવે એ પહેલાં તેણે ફરીથી બોલવાનું શરુ કર્યું. આ જોઇને સ્વામી ચુપ થઈ ગયા. તેઓ સમજી ગયા કે આ વ્યક્તિનું કહેવું છે કે, તે ખૂબ મહેનત કરે છે પણ સફળતા મળતી નથી.

સ્વામીએ તે વ્યક્તિને પૂછ્યું? શું તમે મારું એક કામ કરી શકો છો?

વ્યક્તિએ કહ્યું, કહો, શું કામ છે?

આશ્રમમાં એક શ્વાન હતું. સ્વામીએ કહ્યું, આને ફરવા લઇ જાઓ. આશ્રમની એક વ્યક્તિ રોજ આ કામ કરે છે. આજે તમે કરો. આ શ્વાન ઘણું આજ્ઞાકારી છે.

સ્વામીની વાત માનીને તે શ્વાનને ફરવા લઇ ગયો. એક કલાક પછી તે વ્યક્તિ પરત આવ્યો. વ્યક્તિ ઘણો ઓછો થાકેલો હતો, પરંતુ શ્વાન વધારે થાકી ગયું હતું. વિવેકાનંદે પૂછ્યું, તમે બંને સાથે ગયા અને સાથે આવ્યા, તો પણ આ શ્વાન કેમ વધારે થાકેલું છે? આવું કેમ?

વ્યક્તિએ કહ્યું, તેને જે ગલીમાં બીજા કૂતરા દેખાતા તેની પાછળ દોડવા લાગતો,એ પછી હું એને પાછુ લાવું. આખા રસ્તે તે દોડતું રહ્યું. તેની સરખામણીમાં મેં ઓછો પરિશ્રમ કર્યો.

સ્વામીએ કહ્યું, તમને તમારી તકલીફનું નિરાકરણ મળી ગયું હશે. આખો દિવસ શ્વાનની જેમ દોડવાથી ઊર્જા નષ્ટ થઈ જશે. પહેલા નક્કી કરો, પોતાને કેન્દ્રિત કરો અને પછી લક્ષ્ય તરફ આગળ વધો.

બોધપાઠ: વ્યક્તિએ અનેક લક્ષ્યની પાછળ ભાગવાને બદલે એક લક્ષ્ય નક્કી કરી લેવું જોઈએ. તમારી મહેનતને વધારે દિશામાં ના વેડફો. સમજી વિચારીને એક જ જગ્યાએ ઊર્જા વાપરશો તો જરૂર સફળતા મળશે.

અન્ય સમાચારો પણ છે...