તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:ભગવાન કણ-કણમાં વસેલા છે, આપણા મનમાં પ્રેમ અને ભક્તિ છે તો પરમાત્મા ચોક્કસ મદદ કરે છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: એક દિવસે માતા પાર્વતી શિવજીને પૂછી રહ્યા હતા અને શિવ સામે ઉત્તર આપી રહ્યા હતા. દેવીએ એક પ્રશ્ન પૂછ્યો, સમસ્ત પ્રકૃતિમાં પરમાત્મા વસેલા છે. એવું કહેવાય છે કે દરેક જગ્યાએ તેમના અંશ છે, તો તેઓ ક્યાંયથી પ્રગટ કેમ થતા નથી? જો તેમને પ્રગટ કરવા હોય તો આપણે શું કરવું જોઈએ?

શિવજીએ કહ્યું, જ્યારે પૃથ્વી પર અત્યાચાર વધી ગયો તો પૃથ્વી બ્રહ્મા પાસે આવી. એ પછી બ્રહ્મા, પૃથ્વી અને દરેક દેવતા વિષ્ણુ પાસે પહોંચ્યા. ત્યાં જઈને બધા વિચારવા લાગ્યા કે વિષ્ણુજીને પગત કેવી રીતે કરવા? તેમને યાદ કેવી રીતે કરવા?

શિવજીએ વધુમાં જણાવ્યું, હરી વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોહિ મૈં જાના. ભગવાન દરેક જગ્યાએ સમાન રીતે વસેલા છે, પ્રેમથી તેમને પ્રગટ કરી શકાય છે. પ્રેમનો અર્થ છે, અનુશાસિત જીવન, પ્રેમનો અર્થ છે જેમાં માત્ર આપવાનો ભાવ હોય, પ્રેમનો અર્થ છે મનુષ્ય અંદર અને બહારથી મન, વચન અને કર્મમાં પવિત્ર થઈ જાય.

બોધપાઠ: પરમાત્મા તો કણ-કણમાં વસેલા છે. જો આપણી તૈયારી પ્રેમપૂર્ણ છે તો ભગવાન ગમે ત્યાંથી પ્રગટ થઈને મદદ માટે આવી જ જશે.