આજનો જીવનમંત્ર:ભક્ત હોવાનો અર્થ છે, જે પણ કામ કરો તે જાગૃત રહીને કરો

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: સંત તુકારામ કર્મ યોગી હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતાનો વેપાર ઘણો સારો ચાલી રહ્યો હતો. થોડા સમય પછી વેપારના તકલીફો વધી ગઈ. તુકારામના લગ્ન થયા અને પરિવારનું ગુજરાન પણ કર્યું પરંતુ એક પછી એક પરિવારના મેમ્બરનું મૃત્યુ થઈ ગયું.

લોકો જોતા હતા કે, ગમે તેવી મુશ્કેલી હોય પણ તુકારામ ક્યારેય ચિંતિત થતા નહોતા. તેમના મોઢામાંથી આ જ શબ્દો નીકળતા, વિઠ્ઠલ જેવી તારી ઈચ્છા. કોઈ તકલીફ આવે તો લોકો તેમને કહેતા ફરીથી મુશ્કેલી આવી ગઈ. તુકારામ બધાને જવાબ આપતા, મને તો આપનારા પણ વિઠ્ઠલ છે અને લેનારા પણ વિઠ્ઠલ છે.

એક દિવસ ભગવાન પાંડુરંગે બાલાજી ચૈતન્ય રૂપે તુકારામને દર્શન કરાવ્યા. તે સમયે તેઓ સમાધિ અવસ્થામાં બેઠા હતા. 24 વર્ષની ઉંમર હતી. જીવનના બધા સંઘર્ષ જોઈ લીધા હતા. એ પછી ધીમે-ધીમે જીવનમાં બધા કામ ભક્ત બનીને કરતા ગયા.

લોકોએ તેમને પૂછ્યું, હવે તો તમને પરમાત્મા મળી ગયા છે, તમે જંગલ પણ જતા રહેશો.

તુકારામે કહ્યું, જંગલ જવાની શું જરૂર છે? જંગલમાં જે મળે છે, તે નધુ અહીં મારી આજુબાજુ છે. તેઓ ઘણીવાર કહેતા હતા કે, મને જે પણ મળ્યું છે, તે નામ સ્મરણથી મળ્યું છે. નામ સ્મરણ તો કર્મ યોગી દરેક કામ કરતા-કરતા પણ કરી શકે છે.

તે સમયે છત્રપતિ શિવાજીને જ્યારે રાજનીતિમાં અમુક જાણકારીની જરૂર પડી, તેમને થોડું જ્ઞાન જોઈતું હતું, તો તુકારામ પાસે ઉપદેશ લેવા આવ્યા. લોકોને આશ્ચર્ય થતું કે એકબાજુ તુકારામ ભક્તિ કરતા હતા અને બીજી બાજુ છત્રપતિ શિવાજીને જ્ઞાન પણ આપતા હતા.

બોધપાઠ: તુકારામે સંદેશો આપ્યો કે, ભક્ત હોવાનો અર્થ એ નથી કે આપણે ઘર-પરિવાર અને સમાજથી અલગ રહીએ. ભક્ત હોવાનો અર્થ એ છે કે, જે પણ કામ કરો તે જાગૃત થઈને કરો, સંસારમાં આવ્યા છીએ તો સંસાર છોડવાનો નથી. સંસારમાં શાંતિથી રહેવું જોઈએ.