• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj No Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Ramkrishna Paramhans Ji Do Not Discriminate Against Anyone, Complete Our Work Honestly,

આજનો જીવનમંત્ર:કોઈની સાથે ભેદભાવ ના કરો અને પ્રામાણિકતાથી પોતાનું કામ પૂરું કરો, તો જ શાંતિ મળશે

10 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: માતા કાલીના મંદિરમાં રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા. તે સમયે એક સાધુ મંદિરે આવ્યા અને રામકૃષ્ણ પરમહંસને જોયા નહીં, પરંતુ પરમહંસની નજર તે સાધુ પર હતી.

તે સાધુ ભૂખ્યા હતા, તેમણે આજુબાજુ જોયું, પરંતુ ક્યાંય ભોજન ના દેખાયું. તે સમયે મંદિરની બહાર એક શ્વાન રોટલી ખાઈ રહ્યો હતો. સાધુ શ્વાન પાસે ગયા અને તેને છાતીએ વળગી કહ્યું, અરે ભાઈ, એકલા-એકલા રોટલી ખાય છે, મને નહીં આપે?

પરમહંસ ઉપરાંત અન્ય ઘણા લોકોનું ધ્યાન સાધુ પર હતું. તે શ્વાન સાથે મનુષ્યની જેમ વાત કરતો હતો. તે સાધુ શ્વાનની રોટલીમાંથી એક કટકો લઈને ખાવા લાગ્યા. એ પછી મંદિરમાં દર્શન કર્યા. દેવીની સ્તુતિ કરીને ત્યાંથી જતો રહ્યો.

રામકૃષ્ણ પરમહંસે પોતાના ભત્રીજાને બોલાવ્યો તેનું નામ હૃદય મુખર્જી હતું. તેણે ભત્રીજાને કહ્યું, હૃદય, તું હંમેશાં પૂછે છે ને કે સાધુ કેવા હોવા જોઈએ? આ સાધુની પાછળ જા અને તને જે પણ કહે એ મને આવીને કહેજે.

ભત્રીજો સાધુની પાછળ ચાલવા લાગ્યો અને સાધુએ હૃદય મુખર્જીને કહ્યું, શું વાત છે, તું મારી પાછળ કેમ આવી રહ્યો છે?

હૃદયે કહ્યું, મારે તમારા પાસેથી શીખવું છે

સાધુએ કહ્યું, જે દિવસે મંદિરમાં ગંદા ઘડામાં ભરેલું પાણી ગંગાજળ માનવા લાગીશ એ દિવસ તું સાધુ બની જઈશ. ઘોંઘાટ અને કોઈ વાંસળીના મધુર અવાજને સરખો માનીશ અને બંને મધુર લાગે તે દિવસે સમજી લેવું કે તું સાચો જ્ઞાની છે.

આ વાત હૃદયે પરમહંસને કહી, તેમણે કહ્યું, આ જ સાધુના લક્ષણ છે. તેમને ભૂખ લાગી તો તે શ્વાનની પાસે જઈને બેસી ગયા અને તેની રોટલીનો એક કટકો ખાવા લાગ્યા. તેમણે તને ભેદભાવ દૂર કરવા કહ્યું. એક સાધુની સંપત્તિ હોય છે, સરળતા અને સમાનતા.

બોધપાઠ: જીવનમાં વધારે ભેદભાવ કરવાથી મન અશાંત બને છે અને આપણે લક્ષ્યથી ભટકી જઈએ છીએ. સુખ-શાંતિ જોઈતી હોય તો છેતરપિંડી ના કરવી, ભેદભાવ ના કરો અને પ્રામાણિકતાથી કામ કરો, ગુસ્સો ના કરો.