આજનો જીવનમંત્ર:જો કોઈ વ્યક્તિ ભેટ આપે તો તેની કિંમત કરતાં તેની ભાવનાને વધારે મહત્ત્વ આપવું જોઈએ

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: કોઈના પ્રેમ અને ગિફ્ટનું સન્માન કરવું એ મહાત્મા ગાંધી પોતાની રીતે સમજાવતા હતા. ગાંધીજીની યાદશક્તિ ઘણી સારી હતી. જો તેમણે કોઈ વ્યક્તિ પાસેથી વસ્તુ લીધી હોય તો તેઓ ભૂલતા નહોતા.

એક દિવસે સર્વોદય કાર્યકર્તા કાકા કાલેલકર ગાંધીજીની સેવા કરતા હતા. તે સમયે કોઈક તૈયારીઓ ચાલુ હતી. કાકા કાલેલકરે જોયું કે, ગાંધીજી ચિંતિત હતા. તેઓ પોતાની આજુબાજુ નમીને વસ્તુ શોધી રહ્યા હતા.

કાલેલકરને ખબર પડી ગઈ કે ગાંધીજીની કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે. કાકાએ પૂછ્યું, તમે ચિંતિત દેખાઈ રહ્યા છો, એવી તો કઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે? આપણે પ્રોગ્રામમાં જવાનું છે, ઘણો ઓછો સમય બાકી રહ્યો છે.

ગાંધીજીએ કહ્યું, કાકા, એક નાની પેન્સિલ છે. મને દેખાતી નથી, તમે પણ શોધો.

કાકા કાલેલકરે કહ્યું, એક નાની પેન્સિલ માટે તકલીફમાં છો? મારી પેન્સિલ લઇ જાઓ. તેમણે એક પેન્સિલ આપી, જે ઘણી મોટી હતી, પરંતુ ગાંધીજીને તો તેમની પેન્સિલ જ જોઈતી હતી.

થોડા સમય પછી તે પેન્સિલ મળી ગઈ. કાકા કાલેલકરને ઘણું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, તમે આટલી નાની પેન્સિલ માટે ચિંતા કરી રહ્યા હતા.

ગાંધીજીએ કહ્યું, વાત પેન્સિલની નથી. વાત ભાવનાની છે. એક બાળકે મને આ પેન્સિલ આપી હતી. મારી યાત્રામાં એક બાળક મને દક્ષિણમાં મળ્યો હતો અને તેણે મને આ પેન્સિલ આપી હતી. હું જ્યારે પણ આ પેન્સિલનો ઉપયોગ કરું છું, ત્યારે મને પ્રેમનો પ્રવાહ દેખાય છે. કોઈ તમને ગિફ્ટ આપે તો તે વ્યક્તિના ભાવની કિંમત હોય છે.

બોધપાઠ: જ્યારે તમને ગિફ્ટમાં કોઈ વસ્તુ મળે છે તો તે ઉપયોગી છે જે નહીં તે ના વિચારવું જોઈએ. ગિફ્ટ આપનારી વ્યક્તિનાં પ્રેમ અને ભાવનાનું સન્માન કરવું જોઈએ