તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:વૃદ્ધાવસ્થામાં સંયમિત જીવન શૈલી હોવી જોઈએ, દરેક ઉંમર જીવવાની એક રીત છે, તેનું પાલન કરો

8 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: દેવયાની અને રાજા યયાતી સાથે સંકળાયેલી વાર્તા છે. દેવયાનીએ પોતાના પિતા દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસે પતિ યયાતીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ રાજા અને શર્મિષ્ઠાના સંબંધોને લઈને હતી. શુક્રાચાર્ય ગુસ્સે થઈ ગયા અને તેમણે યયાતીને શ્રાપ આપ્યો.

શ્રાપને લીધે યયાતી વૃદ્ધ બની ગયા. પરંતુ રાજા યંગ રહેવા જ માગતા હતા.

યયાતીએ પોતાના ચાર પુત્રોને કહ્યું, હું હજુ વૃદ્ધ થવા માગતો નથી. તમારા ચારમાંથી કોઈ મને તમારી જુવાની આપી દે. હું તેમને આશીર્વાદ આપીશ.

સૌથી નાના પુત્ર પુરુએ પિતાની ઈચ્છા પૂરી કરી અને પોતાની જુવાની આપી. પુરુ વૃદ્ધ થઈ ગયો. એ પછી યયાતીએ યંગ અવસ્થામાં ભરપૂર આનંદ માણ્યો. પરંતુ, એક દિવસ રાજાને વાત ખબર પડી કે વાસનાથી તૃપ્તિ મળી શકતી નથી. હવસની ક્યારેય ભૂખ પૂરી થતી નથી. તેમને પસ્તાવો થવા લાગ્યો. કારણકે, તેમણે અનેક રોગને આમંત્રણ પણ આપ્યું હતું.

પોતાની ભૂલ ખબર પડ્યા પછી રાજા યયાતીએ પુરુને તેની ઉંમર પરત કરી.

બોધપાઠ: આ વાર્તા આપણને શીખ આપે છે કે દરેક ઉંમરની અલગ જીવનશૈલી હોય છે. જો શરીર વૃદ્ધ થઈ રહ્યું છે તો આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં યંગ શરીર રાખવા વધારે મહેનત ના કરવી જોઈએ, આ પ્રકૃતિની વિરુદ્ધ છે. મનુષ્યને શરીર મળ્યું છે તો તે વૃદ્ધ પણ થશે જ. વૃદ્ધાવસ્થામાં કોઈ બેદરકારી કરશો તો તકલીફ વધશે.