• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj No Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Kapil Dev And Devhuti, We Can Also Learn About Happiness, Peace And Success From Family Members.

આજનો જીવનમંત્ર:આપણને સુખ-શાંતિ અને પ્રસન્નતાની શીખ પરિવાર પાસેથી મળી શકે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા: કર્દમ ઋષિ અને માતા દેવહૂતિના દીકરાનું નામ કપિલ દેવ હતું. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવતા હતા. કર્દમ ઋષિ તપસ્યા કરવા જંગલમાં જઈ રહ્યા હતા ત્યારે પોતાની પત્ની દેવહૂતિને દીકરા કપિલ દેવ સાથે મૂકીને ગયા.

એક દિવસે દેવહૂતિએ કપિલ દેવે કહ્યું, ‘તું જ્ઞાનનો અવતાર છે. મારે તારા પ્રવચન સાંભળવા છે.’

કપિલ દેવે તેની માતાને જીવન કેવી રીતે જીવવું, તેની પર ઘણું સુંદર પ્રવચન આપ્યું. પ્રવચનના અંતિમ ચરણમાં દેવહૂતિને ખબર પડી ગઈ કે, મૃત્યુ અટલ છે, દરેક એક દિવસ મૃત્યુ પામશે આથી જીવન દરમિયાન એવી તૈયારી કરી લેવી જોઈએ જેથી અંતિમ સમયે વધારે પીડા ના થાય અને આત્મા આ દેહ છોડીને આગળ વધે.

કપિલ દેવની વાત સાંભળ્યા પછી દેવહૂતિ એકાગ્રતા સાથે ધ્યાન કરવા લાગી. મૃત્યુનો સમય આવ્યો ત્યારે તેમના મનમાં દીકરા કપિલ દેવની ચિંતા થઈ. દેવહૂતિને લાગ્યું કે, પતિ તો જંગલમાં તપ કરી રહ્યા છે અને મારા મૃત્યુ પછી દીકરો એકલો પડી જશે.

ગૃહસ્થ જીવનમાં પોતાના પરિવાર પ્રત્યે પ્રેમ હોવો એ સ્વાભાવિક વાત છે, પરંતુ દેવહૂતિ સમજી ગઈ હતી કે. મૃત્યુ તો થવાનું જ છે તો જતી વખતે પ્રસન્નતાથી જવું જોઈએ. દેવહૂતિએ સતત ધ્યાન કરીને આત્મા અને શરીર વચ્ચેની અંતર સમજી લીધું. તેમનો અંતિમ અમય આવ્યો ત્યારે તેમણે પ્રસન્નતાથી દેહ ત્યાગ કર્યો.

બોધપાઠ: પ્રસન્નતા, સુખ-શાંતિ અને સફળતાના પાથ પરિવારના મેમ્બર પાસેથી મળી શકે છે. જો પરિવારના કોઈ મેમ્બર પાસેથી શીખ મળે તો તેનો સ્વીકાર કરી લો. મૃત્યુ અટલ છે, આ વાત સ્વીકારી લો. જેથી અંતિમ સમયે કોઈ તકલીફ ના થાય. જો દેહ છોડતી વખતે તમે પ્રસન્ન હશો તો પરિવારને ઓછી તકલીફોનો સામનો કરવો પડશે.