વાર્તા: લંડનના એક રૂમમાં 2 યુવકો અભ્યાસ કરી રહ્યા હતા. એકનું નામ અસનાડેકર હતું અને બીજાનું નામ ભીમરાવ આંબેડકર. અસનાડેકર જોતાં હતા કે ભીમરાવ હંમેશાં ભણતા હતા અને ભોજન ખુબ ઓછા સમયમાં કરી લેતા હતા.
ભીમરાવ આંબેડકર પોતાની દૈનિક દિનચર્યાના કામમાં માત્ર અભ્યાસ કરતા હતા. એક વખત અડધી રાતે અસનાડેકર ઊંઘમાંથી જાગ્યા અને જોયું તો ભીમરાવ તે સમયે પણ અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે અસનાડેકરે તેમને પૂછ્યું: ભાઈ ભીમરાવ હજુ કેટલી વખત અભ્યાસ કરશો? હવે તો અડધી રાત થઈ ગઈ છે. મારા મત મુજબ તમારે સૂઈ જવું જોઈએ.'
ભીમરાવ બોલ્યા, 'ભાઈ મારી પાસે 2 વાત માટે સમય નથી. પ્રથમ સૂવા માટે અને બીજું મોજ મસ્તી માટે. ભોજનનો સવાલ છે તો તેના માટે મારા પાસે વધારે પૈસા નથી કે હું ભોજન માટે વધારે સમય આપું. તેથી મેં નિર્ણય લીધો કે વિદ્યાર્થી જીવનમાં એક એક પળ વિદ્યા અધ્યયન માટે અર્પિત કરીશ.'
આટલું કહી ભીમરાવે ફરી વાંચવાનું શરૂ કરી દીધુ અને અસનાડેકર સૂઈ ગયા.
બોધપાઠ: આંબેડકરજીએ આપણને બોધ આપ્યો છે કે એક વિદ્યાર્થી માટે સૌથી મુલ્યવાન સમય છે. એક એક પળનો ઉપયોગ અભ્યાસ માટે જ કરવો જોઈએ. મોજ-મસ્તી કરી વિદ્યા નથી આવતી. ત્યાગ તો કરવો જ પડે છે તો જ વિદ્યા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.