તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:ગુરુને તમારી તકલીફ કહો, ગુરુ તમારી વાત સાંભળશે અને સાચો રસ્તો પણ કહેશે

9 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: રામાયણમાં રાજા દશરથ વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. આ કારણે તેઓ ચિંતિત રહેતા હતા. એક દિવસે રાજા તેમના ગુરુ વશિષ્ઠ પાસે પહોંચ્યા.

દશરથજીએ ગુરુને કહ્યું, હું રાજા છું અને ઉપરથી વૃદ્ધ. હું મારું દુઃખ કોઈને કહી પણ ના શકું, પરંતુ તમે મારા ગુરુ છો. આથી મારું દુઃખ તમારી સાથે વહેંચવા આવ્યો છું. મારા ઘરે સંતાન થાય કંઇક એવો ઉપાય જણાવો.

વશિષ્ઠજીએ કહ્યું, રાજા, તમે મારી પાસે આવીને સારું કામ કર્યું. કોઈકની સાથે તો દુઃખ વહેંચવું જ જોઈએ. તમે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરો. આ યજ્ઞથી તમારા ઘરમાં ચાર પુત્ર થશે. ચારેય પુત્ર એકથી એક ચઢીયાતા હશે.

યજ્ઞના પ્રભાવથી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નનો જન્મ થયો. દશરથજી પોતાનું દુઃખ લઈને ગુરુ પાસે ગયા અને તેમને પોતાની તકલીફનું સમાધાન મળી ગયું.

બોધપાઠ: આ વાર્તામાંથી શીખવા મળે છે કે દુઃખ દરેકના જીવનમાં આવે છે. મોટા લોકોને પણ દુઃખનો સામનો કરવો પડે છે. આ સમયે ખબર નથી પડતી કે દુઃખ કોની સાથે વહેંચવું? કારણકે સમાજમાં મોટાભાગના લોકો એવા છે, જેઓ આપનું દુઃખ સાંભળીને મજાક ઉડાવે છે, પરંતુ ગુરુ આવું કરતા નથી. આપણે આપનું દુઃખ ગુરુ સાથે વહેંચવું જોઈએ. ગુરુ આપણી વાતને ગંભીરતાથી સાંભળે છે, સમજે છે અને તેનું નિરાકરણ પણ કહે છે. ગુરુ માત્ર રસ્તો દેખાડે છે, એ પછી ઉપાય આપણે જોવાનો છે. યજ્ઞ દશરથે જ કરાવ્યો, વશિષ્ઠે તો માત્ર રસ્તો દેખાડ્યો.જીવનમાં જે સાચો ઉપાય જણાવે તે જ ગુરુ હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો