આજનો જીવન મંત્ર:આપણી પૂજા સામગ્રીથી કોઈનું ભલુ થતું હોય તો તે સામગ્રી જરૂરિયાતમંદોનો આપવી જોઈએ

પંડિત વિજયશંકર મહેતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા: સંતોની એક યાત્રા ચાલી રહી હતી. તેમાંથી મોટા ભાગના મહારાષ્ટ્રના હતા. તમામ સંતો રામેશ્વરમ જઈ રહ્યા હતા કારણ કે જ્યોતિર્લિંગ પર જળ ચઢાવાનું હતું.

ભગવાનનો અભિષેક કરવા માટે તમામ સાધુ સંતોએ પોતાના કમંડળમાં પાણી ભર્યું હતું. તમામ સંતો પોતાના ક્ષેત્રોની નદીઓ અને ઘરેથી જળ ભરીને લાવ્યા હતા. તેમણે સંકલ્પ લીધો હતો કે આ જળ તેઓ રામેશ્વરમના જ્યોતિર્લિંગ પર ચઢાવશે. સંતો ખૂબ સાવચેતી પૂર્વક જળ લઈ યાત્રા કરી રહ્યા હતા.

યાત્રા દરમિયાન સંતોને એક રેતાળ પ્રદેશમાં ગધેડો તરસ્યો તડપતો દેખાયો. તે મૃત્યુના આરે હતો. તમામ સંતોને આ ગધેડા પર ખૂબ દયા આવી પરંતુ આસપાસ ક્યાંય પાણી નહોતું.

સંતો પાસે જે જળ હતું તે રામેશ્વરમ જ્યોતિર્લિંગ પર અર્પણ કરવા માટે હતું તેથી આ જળ ગધેડાને નહોતા પીવડાવી શકતા. સાધુના એક સમૂહમાં એકનાથ નામના સંત હતા. તેમણે પોતાના કળશમાંથી ગંગાજળ ગધેડાને પીવડાવ્યું.

તમામ સાધુઓએ એકનાથજીને ટોકતાં કહ્યું, 'આ તમે શું કરી રહ્યા છો આ ગંગાજળ છે, તેને રામેશ્વરમ જ્યોતિર્લિંગ પર ચઢાવવા માટે લાવ્યા છો અને તને ગધેડાને આપી રહ્યા છો.'

એકનાથજીએ કહ્યું, 'તમને લોકોને આ ગધેડો દેખાય છે એક પશુ દેખાય છે, પરંતુ મને એમ જણાય છે કે ભગવાન શિવ કહી રહ્યા છે કે આ સમયે આ જળનો આ જ યોગ્ય પ્રયોગ છે. આ પાણી આ જીવ માટે કામ લાગે. હું તો એમ માની રહ્યો છું કે આ જ મારો અભિષેક છે.'

બોધપાઠ: સૌથી મોટી પૂજા પ્રાણીઓની સેવા કરવી છે. પૂજા પાઠ કરવો સારી વાત છે, પરંતુ આપણી પૂજા સામગ્રી જો કોઈ જરૂરિયાતમંદોને કામમાં આવે તો આ પણ ભગવાનની પૂજા જ છે. આપણી પૂજા સામગ્રીથી કોઈ અન્ય વ્યક્તિની જરૂરિયાત પૂરી થાય તો સામગ્રી તેને આપી દેવી જોઈએ.