આજનો જીવનમંત્ર:મોટા લક્ષ્ય માટે પોતાની યોગ્યતાથી નાનું પદ સ્વીકારવું પડે તો સ્વીકારી લેવું જોઈએ

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: યોગી અરવિંદ એક ખૂબ ધનિક પરિવારમાં જન્મ્યા હતા. તેમના બે ભાઈઓ હતો. માતા-પિતાએ અરવિંદને અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. બે ભાઈઓ ભણવામાં હોશિયાર હતા, પરંતુ યોગી હોવા છતાં અરવિંદનું મન ભણવામાં લાગતું નહોતું. કારણકે તેઓ દેશની સેવા કરવા માગતા હતા અને દેશને આઝાદ જોવા માગતા હતા.

યોગી અરવિંદે દરેક પરીક્ષાઓ પાસ કરી લીધી હતી. તેમને લાગ્યું કે, હું નોકરી કરીશ તો દેશની સેવા કેવી રીતે કરીશ? તેઓ ઇંગ્લેન્ડથી પોતાને દેશ પરત આવી ગયા અને એક ખાનગી સચિવની નોકરી કરવા લાગ્યા.

લોકો તેમને પૂછતા, તમે તો ખૂબ ધનિક છો, પરિવાર ઘણો મોટો છે અને આટલા ભણેલા-ગણેલા છો તો આ સચિવની નોકરી કેમ કરો છો?

અરવિંગ લોકોને જવાબમાં કહેતા કે, કામ નાનું કે મોટું હોતું નથી. નાના-મોટા વિચાર હોય છે. હું આ જગ્યાએથી દેશની સેવા કરવાનો રસ્તો શોધી રહ્યો છું.

યોગી અરવિંદ પ્રોફેસર બન્યા અને પ્રિન્સિપાલ પણ બન્યા. તેમના પર રામકૃષ્ણ પરમહંસનો ઘણો પ્રભાવ હતો. તેમણે દેશ માટે ઘણા ક્રાંતિકારી કામ કર્યા.

બોધપાઠ: જીવનમાં લક્ષ્ય મોટું હોય અને તે માટે કોઈ નાની જગ્યા પર કામ કરવું પડે તો કરી લેવું જોઈએ. શ્રીરામે વનવાસ સ્વીકાર્યો, જેથી તેઓ રાવણનો વધ કરી શકે. યોગી અરવિંદ આ ઉદાહરણ ઘણીવાર આપતા હતા. તેમણે જીવનમાં યોગ, આધ્યાત્મની સાથે દેશની સેવાને પણ મહત્ત્વ આપ્યું.