તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:ભૂલ કરી છે તો સજા પણ મળશે, પરંતુ સત્યનો સાથ નહીં છોડો તો દંડની તકલીફ ઓછી થશે

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: સ્વામી વિવેકાનંદને બાળપણથી વાતચીત કરવાનો ઘણો શોખ હતો. જ્યારે તેઓ વિદ્યાર્થી હતા, ત્યારે પણ તેમના મિત્રોને સ્ટોરી, કોઈ કિસ્સો કે અન્ય વાર્તા સંભળાવતા હતા. બાળપણમાં તેઓ નરેન્દ્ર નામથી ઓળખાતા હતા.

એક દિવસે તેઓ ક્લાસમાં તેમના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. તે ઝડપથી બોલી રહ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓ તેમને પ્રશ્નો પૂછી રહ્યા હતા. તે સમયે તેમના શિક્ષક ક્લાસમાં આવ્યા. ક્લાસમાં ઘણો અવાજ થતો હતો તેમણે પૂછ્યું કોણ જોર-જોરથી બોલી રહ્યું છે.

દરેક વિદ્યાર્થીઓએ નરેન્દ્ર તરફ ઈશારો કર્યો. એ પછી શિક્ષકે દરેક વિદ્યાર્થીઓને કહ્યું, ક્લાસ અભ્યાસ માટે હોય છે, વાતચીત માટે નહિ. હું અમુક પ્રશ્ન પૂછી રહ્યો છું. જે ઉત્તર નહિ આપી શકે તેને દંડ મળશે.

શિક્ષકના જવાબનો બધાએ ખોટો જવાબ આપ્યો. માત્ર નરેન્દ્રએ સાચો જવાબ આપ્યો. શિક્ષક સમજી ગયા ક માત્ર એક બાળકનું અભ્યાસમાં મન હતું, બાકી બધા જ અવાજ કરી રહ્યા હતા. તેમણે બધાને ઊભા કરી દીધા. શિક્ષકે જોયું કે, નરેન્દ્ર બેંચ પર ઊભો થયો.

શિક્ષકે કહ્યું, નરેન્દ્ર તારે ઊભું થવાનું નહોતું. તું અભ્યાસ કરે છે અને તે જવાબ પણ સાચો આપ્યો છે. તું બેસી જા. દંડ આ લોકોને મળવો જોઈએ. આ લોકો ભણતા નહોતા અને અવાજ કરતા હતા.

નરેન્દ્રએ કહ્યું, ગુરુજી, સત્ય એ છે કે તે શોરમાં સૌથી મોટો અવાજ મારો હતો. હું જ આ બધા સાથે વાત કરતો હતો અને તેમને વાર્તા કહેતો હતો. જો દંડની વાત છે તો દંડ મને મળવો જોઈએ.

આ સાંભળીને શિક્ષક ઘણા ખુશ થયા.

બોધપાઠ: જીવનમાં ક્યારેય ખોટી વાતનો સહારો ના લો. હંમેશાં સત્યને સાથ આપો. જો કોઈ ભૂલ થઇ હોય તો તેને સ્વીકારો. દંડથી ડરો નહીં. જે લોકો ભૂલ થયા પછી તેને સ્વીકારી લે છે અને સત્યનો સાથ છોડતા નથી તેઓ આકરો દંડ પણ આરામથી સહન કરી લે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો