આજનો જીવનમંત્ર:હંમેશાં ધ્યાન રાખો કે સલાહ આપનારી વ્યક્તિ કોણ અને કેવી છે

12 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: શ્રીકૃષ્ણની એક પત્નીનું નામ સત્યભામા હતું. સત્યભામાના પિતા હતા સત્રાજિત. દ્વારકામાં શતધનવા નામની એક વ્યક્તિએ અક્રૂર અને કૃત વર્માની ચડામણી પર સત્રાજિતને મોતને ઘાટ ઉતાર્યા.

પિતાના મૃત્યુથી દુઃખી થઈને સત્યભામાએ શ્રીકૃષ્ણને કહ્યું, મારા પિતાનાં મૃત્યુનો બદલો લેવાનો છે. તમારે શતધનવાને મારવો પડશે.

શતધનવાને આ વાત ખબર પડી ગઈ તો તે ડરીને અક્રૂર અને કૃત વર્મા પાસે પહોંચ્યો. આ બંનેએ મદદ કરવાની ના પાડી દીધી. બંનેએ કહ્યું, અમે તને કામ કરવા પ્રેરિત કર્યો પણ મદદ ના કરી શકીએ, કારણકે અમે શ્રીકૃષ્ણથી ડરીએ છીએ.

શતધનવાએ બચવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ શ્રીકૃષ્ણએ તેને મારી નાખ્યો. આ આખો ઝઘડો સ્વમંતક નામની મણિને લીધે થયો હતો. આ મણિ રોજ 20 તોલા આપતી હતી. શ્રીકૃષ્ણને આ મણિ શતધનવા પાસે ના મળી, તેણે મણિ અક્રૂર પાસે રાખી હતી.

અક્રૂર મોટા તપસ્વી હતા અને શ્રીકૃષ્ણ તેમને કાકા કહેતા હતા. ડરને કારણે તે ભાગી ગયા. હવે અક્રૂરે દ્વારકા છોડી દીધું તો તેને ઘણા પ્રકારની તકલીફો આવી રહી હતી. લોકોએ શ્રીકૃષ્ણને કહ્યું કે, અક્રૂરના ગયા પછી બહુ બધી તકલીફો આવી રહી છે. તે સારી વ્યક્તિ છે, આપણે તેને પાછો બોલાવવો જોઈએ.

શ્રીકૃષ્ણ અક્રૂરને શોધીને દ્વારકા લઇ આવે છે. શ્રીકૃષ્ણએ કહ્યું, આ ઝઘડો મણિને લીધે થઈ રહ્યો છે. ધનને લીધે માણસો સંબંધ પૂરા કરી દે છે. ધનનો સદુપયોગ પણ થઈ શકે છે અને દુરુપયોગ પણ.

બોધપાઠ: અહીં ભગવાન શ્રીકૃષ્ણએ સંદેશો આપ્યો કે, બીજાની સંપત્તિ પર નજર ના બગાડવી. પોતાના અધિકારમાં સંપત્તિ ના હોય તે મેળવવા માટે ખોટ કામ કરવા લાગે છે. ક્યારેય બીજાની પ્રેરણાથી ખોટ કામ ના કરવા જોઈએ. પ્રેરણા સારા કામ માટે હોય છે. અક્રૂર અને કૃત વર્માએ શતધનવાને ખોટી પ્રેરણા આપી અને સત્રાજિતની હત્યા કરી. સલાહ આપનારું કોણ અને કેવું છે તે ચોક્કસ ધ્યાન રાખવું. શ્રીકૃષ્ણ પાસેથી શીખો કે, સારા લોકો આપણી આજુબાજુ રહે અને કોઈ સારી વ્યક્તિથી ભૂલ થઈ જાય તો તેને સુધારવાનો મોકો આપવો જોઈએ.