• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj No Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Jesus , It Is Better To Give Good Values Than To Give Facilities To Someone

આજનો જીવનમંત્ર:કોઈને પણ સુખ-સુવિધા આપવાને બદલે તેનામાં સારા સંસ્કારનું સિંચન કરવું જોઈએ

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: ઈસુ એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું કે એક મહિલા ઝડપથી ભાગી રહી હતી અને તેની પાછળ એક પુરુષ પાગલની જેમ ભાગી રહ્યો હતો. જીસસ બંનેને ઓળખતા નહોતા પણ તેમણે વિચાર્યું કે આ બંને વચ્ચે કઈ અનર્થ ના થઈ જાય એટલે મારે જવું જોઈએ.

આ વિચાર સાથે ઈસુએ તે વ્યક્તિને રોકી અને કહ્યું, આ તું શું કરી રહ્યો છે? ઈસુએ આ પુરુષને જોયો અને તેમને યાદ આવ્યું કે બે વર્ષ પહેલાં આ જ ગામમાં મેં તેને જોયો છે. તે અંધ હતો. તે વ્યક્તિએ ઈસુને બે વર્ષ પહેલાં પ્રાર્થના કરી હતી કે એવું કઈક કરી દો કે જેથી હું બધું જોઈ શકું.

જીસસે કહ્યું, મેં ઈશ્વરને પ્રાર્થના કરી છે કે તને જ્યોતિ મળી જાય અને ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળીને તારા પર કૃપા પણ કરી. તેને લીધે આજે તું જોઈ શકે છે. આ સ્ત્રી પાછળ દોડે છે, તે કોણ છે?

ગામવાસીએ કહ્યું, આ સ્ત્રી એક વેશ્યા અને હું તેને મેળવવા ઈચ્છું છું.

ઈસુએ કહ્યું, આ તું શું કરી રહ્યો છે? આંખોની રોશનીનો આવો દુરુપયોગ?

વ્યક્તિએ ઈસુની ક્ષમા માગતા કહ્યું કે, તમે મને આંખોની રોશની આપી તે બદલ આભાર, પરંતુ તમે મને વિવેક દૃષ્ટિ આપી હોત તો સારું રહેત. હું આજે જોઈ શકું છું પણ આજે હું શું જોઈ રહ્યો છું!

તે દિવસની ઈસુએ નક્કી કર્યું કે હું લોકોને સુવિધા નહીં આપું પણ તેમને સુધારવાનું કામ કરીશ.

બોધપાઠ: આપણે કોઈને સુવિધા આપીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેનો દુરુપયોગ ના કરે. વસ્તુ આપવાને બદલે વ્યક્તિને સુધારવા પ્રયત્નો કરવા જોઈએ. ભૌતિક વસ્તુઓનો ઉપયોગ કરવાની યોગ્ય ઢબ શીખવાડવી જોઈએ. ખાસ કરીને બાળકોના ઉછેરમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.