વાર્તા: આચાર્ય વિનોબા ભાવે ભૂદાન આંદોલનમાં વ્યસ્ત હતા. આ આંદોલનનો ઉદ્દેશ હતો કે, જે જમીનદારો પાસે વધારે જમીન છે, તેઓ ભૂદાન કરે અટકે જે જમીન દાનના આપે. જેથી જે લોકો પાસે આજીવિકાનું કોઈ સાધન નથી, તેઓ દાનમાં આપેલી જમીનથી ગુજરાન ચલાવી શકે.
વિનોબા ભાવે દરેક ગામડે ફરતા અને અમીર લોકોને મળતા. આ રીતે આંદોલન આગળ વધતું રહ્યું. એક મોટો જમીનદાર હતો. તેને ખબર પડી કે વિનોબા ભાવે આવવાના છે. તેણે વિનોબા ભાવેને મળવાની ના પાડી. આવું તેણે ઘણીવાર કર્યું.
તે જમીનદારના સંબંધીઓએ પૂછ્યું, તમે વિનોબા ભાવેને મળવાની ના કેમ પાડો છો?
જમીનદારે કહ્યું, તેઓ મને મળવા આવશે અને જમીન માગશે. પણ હું આપવા માગતો નથી. મારું મન જમીન દાન કરવાનું નથી.
લોકોએ કહ્યું, જમીન આપવાની ના પાડી દેજો. તમારે જમીન ના આપવી હોય તેના પર તમારો અધિકાર છે. એકવાર તેમને મળી તો લો.
જમીનદારે કહ્યું, બસ, આ જ તકલીફ છે. જ્યારે વિનોબા ભાવે સામે હોય છે ત્યારે સરળતા અને પ્રેમથી જમીન માગે છે. હું તો શું અન્ય કોઈ પણ તેમને ના કહી શકતું નથી. હું જાણું છું કે મારે તેમને જમીન આપવી જ પડશે.
આ વાત વિનોબા ભાવે સુધી પહોંચી ગઈ. તેમણે સ્મિત સાથે કહ્યું, બસ અહીંથી જ મારું કામ થઈ ગયું. જે વ્યક્તિ આ વાત માની ગયું છે કે, જમીન આપવી સારી વાત છે અને કોઈ સંકોચને લીધે જમીન આપી રહ્યો નથી તો આપણી સરળતા અને પ્રેમને જોઇને સંકોચ તોડી શકે છે.
બોધપાઠ: વિનોબાનું ચરિત્ર આપણને સમજાવે છે કે, જીવનમાં જ્યારે કોઈ મોટું સામાજીક કામ કરવું હોય તો બીજા પાસેથી દાન માગવું પડે છે. માગનારાની નીયત, ચરિત્ર અને વ્યવહાર સારો હોવો જોઈએ તો જ ધનવાન લોકો પ્રસન્નતા સાથે દાન કરશે, દાન કરનારી વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ધનનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય. દાન લેનારી વ્યક્તિબુ ચરિત્ર સારું હશે તો દાનમાં મળેલા ધનનો યોગ્ય ઉપયોગ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.