તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:જ્યારે કોઈ મોટું કામ કરવાનું હોય ત્યારે શરુઆત અને અંતમાં બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું હતું. તે સમયે તકલીફ એ પડી હતી કે સમુદ્રનું મંથન કેવી રીતે કરવું? તે માટે મોટું વલોણું જોઈએ. ત્યારે દરેકને મંદરાચલ પર્વતને વલોણું બનાવવાનો વિચાર આવ્યો.

હવે આટલા મોટા પર્વતને સમુદ્રમાં કેવી રીતે લાવે? ત્યારે આ જવાબદારી ભગવાન વિષ્ણુએ ઉપાડી. તેમણે તરત જ ગરુડની પીઠ પર પર્વત મૂક્યો અને પર્વત પર પોતે બેસી ગયા. જે જગ્યાએ મંથન થવાનું હતું ત્યાં પર્વત લઈને પહોંચી ગયા.

સમુદ્રમાં પર્વત મૂક્યા પછી વિષ્ણુએ ગરુડને કહ્યું, હવે તું જા, કારણકે તું અહિયાં રહીશ તો વાસુકી નાગ અહીં નહીં આવે. વાસુકી નાગનું દોરડું બનાવીને મંથન કરવાનું છે.

ગરુડ ગયો એ પછી વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો અને પીઠ પર પર્વત મૂક્યો. એ પછી દેવતાઓ અને દાનવોએ વાસુકી નાગનું દોરડું બનાવીને સમુદ્ર મંથન કર્યું.

મંથનમાંથી 14 દિવ્ય રતન મળ્યા. મંથન પૂરું થઇ ગયા પછી વિષ્ણુએ અભિયાનમાં સામેલ દરેક દેવતાઓ, દાનવો, મંદરાચલ પર્વત, વાસુકી નાગ આ બધાને વિદાય આપી, કારણકે બધી યોજના ભગવાન વિષ્ણુની હતી.

વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો, મોહિની અવતાર લઈને દાનવો પાછળ દેવતાઓને અમૃતપાન કરાવ્યું. દરેક કામ વિષ્ણુએ જ કર્યા. કોઈકે વિષ્ણુને પૂછ્યું, કામ પૂરું થઇ ગયું હતું તો બધા પોતાની જાતે જતા રહેત, તમે કેમ બધાને વિદાય આપી રહ્યા છો?

ભગવાન વિષ્ણુ બોલ્યા, સમુદ્રમંથન જેવું મોટું અભિયાન કોઈ એક વ્યક્તિ કે કોઈ ગ્રુપ ના કરી શકે. આ કામમાં બહુ બધાની જરૂર પડે છે. અલગ વિચારધારાના લોકોને પણ સામેલ કરવા પડે છે, આથી દેવતા અને દાનવોને સામેલ કર્યા. ગરુડ લઈને આવ્યો તે પહેલાં વાસુકી નાગને વિદાય આપી. એ પછી બધાને સન્માન સાથે પરત મોકલ્યા. મોટાકામની શરુઆતમાં અને અંતમાં બુદ્ધિથી કામ લેવું જોઈએ. આમ કરવાથી જ અભિયાન સફળ થાય છે.

બોધપાઠ: મોટા કામની શરુઆતમાં ઘણા લોકોને જોડવા પડે છે અને જ્યારે કામ પૂરું થઇ જાય ત્યારે તેમને યોગ્ય રીતે અલવિદા કહેવું જોઈએ. જે લોકોની મદદથી આપણું કામ પૂરું થયું છે. તેમનું માન-સન્માન અવશ્ય કરો.