તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:જ્યારે કોઈ સારી વાત જીવનમાં ઉતારવી હોય તો સૌપ્રથમ અભિમાન છોડવું જોઈએ

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
 • કૉપી લિંક

વાર્તા: ગૌતમ બુદ્ધના શિષ્ય ઘણીવાર એવા પ્રશ્નો પૂછતા હતા જે બુદ્ધની જીવનશૈલી સાથે જોડાયેલા હતા. બુદ્ધ પ્રશ્નોનાં જવાબ સાથે એક મોટો સંદેશ આપતા હતા.

એક દિવસે બુદ્ધના શિષ્ય આનંદે પૂછ્યું, ‘તમે પ્રવચન આપો છો ત્યારે ઊંચા સ્થાને બેસો છો અને સાંભળનારા નીચે બેસે છે. શું આ ભેદભાવ નથી? આવું અંતર કેમ? તમે મહાત્મા છો અને સાંભળનારા નાના લોકો છે એટલે?’

બુદ્ધે આનંદને કહ્યું, ‘આનંદ મને કહો, શું તમે ઝરણાંમાંથી પાણી પીધું છે?’

આનંદે કહ્યું,‘હા મેં ઝરણાંમાંથી પાણી પીધું છે.’

બુદ્ધે પૂછ્યું, ‘તમે પાણી કેવી રીતે પીધું?’

આનંદે કહ્યું, ‘ઝરણું ઉપરથી વહી રહ્યું હતું, હું ઝરણાંની નીચે ઊભો રહ્યો અને પાણી પીધું.’

બુદ્ધે જણાવ્યું, ‘તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો. જો ઝરણાંમાંથી પાણી પીવું છે તો તેની નીચે રહેવું પડશે. જે સત્સંગ, કથા કે પ્રવચન હોય, તેમાં કહેનારી વ્યક્તિ ઊંચા સ્થાને બેસે છે. તે કથાનો સંદેશ ગ્રહણ કરવાનો છે આથી તેને સાંભળનારાને નીચે બેસવું પડશે. નીચે બેસવાથી સ્વભાવમાં વિનમ્રતા આવે છે, તે જ આપણને સારી વાતો જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે. વાત નાના-મોટાની નથી, પણ માનસિકતાની છે. જેનાથી સારા વિચાર ગ્રહણ કરવામાં આવે છે.’

બોધપાઠ: જો કોઈ સારી વાત જીવનમાં ઉતારવી છે તો સૌથી પહેલાં અભિમાન છોડી દેવું જોઈએ. જેની પણ વાત સાંભળતા હોવ તેના માટે મનમાં માન-સન્માનનો ભાવ હોવો જોઈએ. વિનમ્રતાની સાથે સારી વાતોને જીવનમાં ઉતારી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો