આજનો જીવનમંત્ર:અનીતિની કમાણીનું ભોજન ના ખાવું જોઈએ

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: મહાભારતનું યુદ્ધ ચાલુ હતું. 9 દિવસ વીતી ચૂક્યા હતા. દુર્યોધને ભીષ્મ પિતામહ ફરિયાદ કરતા કહ્યું કે, તમે યોગ્ય રીતે યુદ્ધ કરતા નથી. આપણા પક્ષના ઘણા રાજા મરી ગયા છે. મારા ઘણા ભાઈ મરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી એક પણ પાંડવ મર્યો નથી. તમે જે રીતે યુદ્ધ કરી રહ્યા છો, તે જોઈને લાગે છે કે, તમે કૌરવો તરફથી નહીં પણ પાંડવો તરફથી યુદ્ધ કરી રહ્યા છો.

દુર્યોધન આ રીતે રોજ ભીષ્મ પિતામહને ટોણા મારતા હતા અને ભીષ્મ સહન કરતા હતા, પરંતુ એક દિવસ ટોણાથી દુઃખી થઈને ભીષ્મએ દુર્યોધનને કહ્યું, કાલથી યુદ્ધમાં હું મરીશ કે હું પાંડવોનો વધ કરીશ. મેં તારા અન્નનો દાણો ખાધો છે. તેની કિંમત ચોક્કસ ચૂકવીશ.

આ સાંભળીને દુર્યોધનને સંતોષ થઇ ગયો કે, આ મરશે નહીં, પાંડવો મરી જશે. આ અન્નનો પ્રભાવ હતો અને જ્યારે ભીષ્મ અર્જુનથી હાર્યા ત્યારે તેઓ બાણની શય્યા પર આવી ગયા હતા. યુદ્ધ પછી પાંડવ ભીષ્મ પિતામહને મળવા ગયા ત્યારે તેઓ ધર્મનું જ્ઞાન આપી રહ્યા હતા. તે સમયે દ્રૌપદી દુઃખી હતા.

દ્રૌપદીએ કહ્યું, આજે તમે ધર્મનું જ્ઞાન આપી રહ્યા છો, પણ ભરી સભામાં મારી લાજ ઉતરતી હતી તે સમયે આ જ્ઞાન ક્યાં હતું?

ભીષ્મ પિતામહે કહ્યું, દુર્યોધનનું અન્ન ખાવાથી મારું મન તેની સાથે બંધાઈ ગયું હતું. ધ્યાન રાખો, અન્ન કોનું છે, કોના હાથે ભોજન બન્યું છે, કયા ધનથી તે ભોજન મળ્યું છે? કારણ કે અન્ન તેની અસર દેખાડે છે.

બોધપાઠ: જ્યારે પણ ક્યાંક ભોજન કરો તો ધ્યાન રાખો કે આ ભોજન કયા ધનથી બન્યું છે. જો અન્ન અનીતિથી કમાયેલું હોય તો તે ખાવું ના જોઈએ. ભોજન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.