• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj No Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Lord Krishna And Uddhav Story, There Are Some Things In Life Which Should Be Done In Time.

આજનો જીવનમંત્ર:જીવનમાં અમુક કામ એવા હોય છે, જે યોગ્ય સમયે કરી લેવા જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: શ્રીકૃષ્ણએ ઉદ્ધવને ઉજ્જૈનના એક બ્રાહ્મણની સ્ટોરી કહી હતી. શ્રીકૃષ્ણએ ઉદ્ધવને કહ્યું, કોઈ પણ કામ સમયસર કરવું જોઈએ તે સમજાવવા માટે હું તને આ કહી રહ્યો છું.

શ્રીકૃષ્ણએ સ્ટોરી કહેવાની શરૂ કરી, ઉજ્જૈનના બ્રાહ્મણે ખેતી અને વેપારમાં ઘણા રૂપિયા કમાઈ લીધા હતા, પરંતુ તે ખૂબ કંજૂસ હતો. કામ-વાસનાના કામમાં જ વ્યસ્ત રહેતો હતો. લોભી હતો. વાતવાતમાં ગુસ્સે થઈ હતો હતો. પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે સરખી રીતે વાત કરતો નહોતો. તેના આવા વ્યવહારથી આજુબાજુના લોકો, પત્ની અને પરિવારજનો દુઃખી હતા.

બ્રાહ્મણનું લક્ષ્ય માત્ર રૂપિયા કમાવાનું હતું અને રૂપિયા બચાવવાનું હતું. તે પોતાના માટે પણ રૂપિયા વાપરતો નહોતો. ધીમે-ધીમે તેનું ધન ઓછું થવા લાગ્યું. થોડા રૂપિયા તેના ઘર-પરિવારવાળાએ છીનવી લીધા. અમુક ચોરાઈ ગયા. થોડા સમય પછી તેને વેપારમાં ઘણું નુકસાન થયું. બાકીનું ધન રાજાએ છીનવી લીધું. તેણે ક્યારેય કોઈની મદદ કરી નહોતી. તેની પાસે એક રૂપિયો ના બચ્યો અને જ્યાં-ત્યાં ભટકવા લાગ્યો.

બ્રાહ્મણે વિચાર્યું કે મેં ક્યારેય કોઈના માટે રૂપિયા વાપર્યા નથી કે ધનથી કોઈ ફાયદો પણ થયો નથી. હાલ કોઈ મારી મદદ કરી રહ્યું નથી. હવે મને સમજાયું કે ધનનાં પણ દોષ હોય છે. જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી પરિવાર અને મિત્રો બધા તમારી સાથે બોલે છે.

બ્રાહ્મણ ભિખારીઓની જેમ રહેવા લાગ્યો. એક વ્યક્તિએ તેને પૂછ્યું, હવે તને કેવું લાગે છે?

બ્રાહ્મણે જવાબ આપ્યો, મારી પાસે રૂપિયા હતા ત્યારે મેં તેનો સદુપયોગ ના કર્યો. આજે મને તે વાત પર પસ્તાવો થાય છે.

બોધપાઠ: શ્રીકૃષ્ણએ ઉદ્ધવને સમજાવ્યું કે, જીવનમાં ઘણા કામ એવા હોય છે, જે યોગ્ય સમયે કરવા જોઈએ. નહીં તો પાછળથી પસ્તાવો થાય છે. ધન, સ્વાસ્થ્ય અને શિક્ષણનાં કામમાં મોડું ના કરવું જોઈએ. સમય મળે ત્યારે તે પૂરું કરી લેવું જોઈએ.