તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj No Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips, Motivational Story Of Motilal Nehru And Jawaharlal Nehru

આજનો જીવનમંત્ર:જો યોગ્ય રીતે સમજાવશો તો સારી વાત કોઈને પણ સરળતાથી સમજાઈ જશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા: જવાહર સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા હતા અને તેઓ ઘણા દિવસથી ઘરે આવતા નહોતા. આ વાતને લઈને તેમના પિતા મોતીલાલ નહેરુ ચિંતિત રહેતા હતા. જવાહરને ઘર પ્રત્યે અણગમો થઈ ગયો હતો.

મોતીલાલ ખૂબ ધનવાન હતા, પ્રતિષ્ઠા પણ વધારે હતી, તેમના ઘરમાં કોઈ વસ્તુની અછત નહોતી. તેમનો એક જ દીકરો હતો અને જવાહર આંદોલનમાં વ્યસ્ત હતા. ઘર પ્રત્યે અણગમો લઈને ગામ-ગામ જઈને ફરતા હતા.

ગાંધીજીના જાગરણ આંદોલનમાં જવાહર કૂદી ચૂક્યા હતા. મોતીલાલને લાગ્યું કે, આ રીતે તેઓ પોતાનો દીકરો ખોઈ બેસશે. જ્યારે ચાર-પાંચ દિવસ સુધી જવાહર આનંદ ભવન ના પહોંચ્યા ત્યારે મોતીલાલ બીમાર પડી ગયા હતા. આનંદ ભવન તેમના ઘરનું નામ હતું.

મોતીલાલ થાકી ગયા હતા, તેઓ પોતાના પરિચિત પુરુષોત્તમ દાસ ટંડનની પાસે ગયા અને કહ્યું, મને મારો દીકરો પરત આપી દો, જવાહર તમારું ખૂબ સન્માન કરે છે. તમે સમજાવશો તો તે સમજી જશે.

પુરુષોત્તમ દાસ ટંડને જવાહરને સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ જવાહર ના માન્યા. થોડા દિવસ પછી ફરીથી મોતીલાલ પુરુષોત્તમ દાસ ટંડન પાસે ગયા અને કહ્યું, હું તમારી પાસે ભીખ માગું છું, મને મારો દીકરો આપી દો.

આટલા મોટા વ્યક્તિની આવી હાલત જોઇને પુરુષોત્તમ દાસ ટંડન ચુપ થઈ ગયા અને પછી કહ્યું, એ જવાહરને સમજાવવાના પ્રયત્નો કર્યા પણ તેઓ અડગ છે. જવાહરની વાત સાંભળીને હું તમને કહેવા માગું છું કે, તમારો દીકરો આ સમયે મોટું કામ કરી રહ્યો છે. આ સામાન્ય આંદોલન નથી.દેશને આઝાદ કરાવવો એ પરમાત્માની પૂજા કરવા જેવું છે. તમે આ સમજી શકતા નથી. આથી દુઃખી છો. એક કામ કરો, તમે પણ સ્વતંત્રતાની લડાઈમાં જોડાઈ જાઓ. ત્યારે તમને ખબર પડશે આ અભિયાન શું છે? કદાચ તમે જવાહરને સમજી શકશો અને તમારું દુઃખ પણ દૂર થશે.

એ પછી મોતીલાલે વકીલાતમાંથી રાજીનામું આપીને સ્વતંત્રતાની લડાઈમાં જોડાવાનું નક્કી કર્યું. પિતા-પુત્ર એકબીજાની નજીક પણ આવ્યા અને એકબીજાને મળતા રહ્યા.

બોધપાઠ: તકલીફનું નિરાકરણ લાવવા માટે પુરુષોત્તમ દાસ ટંડનની રીત અલગ જ હતી, આમાંથી આપણને શીખવા મળે છે કે, સારા કામમાં લોકો જોડાય ત્યારે ક્યારેક તેમના વચ્ચે મતભેદ થઈ જાય છે, પરંતુ જો આપણે આપણી વાત સરખી રીતે કોઈને સમજાવીશું તો કોઈ પણ આરામથી સમજી શકશે.