આજનો જીવનમંત્ર:બીજા માટે સારું ના કરી શકીએ તો કઈ વાંધો નહીં, પણ ખરાબ કામ ના કરવું જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: રામાયણમાં શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો. અયોધ્યામાં ઉત્સવનો માહોલ હરો. બધા ખૂબ ખુશ હતા અને વિધાતા એટલે કે બ્રહ્માજીનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. અંદરોઅંદર વાત કરી રહ્યા હતા કે, હવે આપણી મનોકામના પૂરી થશે.

બીજી તરફ ભળા દેવતાઓને અયોધ્યાની આ ખુશી નહોતી ગમી. બધા દેવતા માતા સરસ્વતી પાસે પહોંચ્યા અને તેમના પગ પકડીને વિનંતી કરવા લાગ્યા, તમે કંઇક એવું કામ કરો કે જેથી રામ રાજ્યનો ત્યાગ કરી દે અને વનમાં ચાલ્યા જાય. તો જ રાવણ મરશે અને અમારું કામ સિદ્ધ થશે. કારણકે અમે બધા રાવણથી કંટાળી ગયા છીએ.

સરસ્વતી બોલ્યા, આ દોષનું કામ મારી પાસે કેમ કરાવી રહ્યા છો?

દેવતાઓએ કહ્યું, આ કામથી તમને દોષ નહીં લાગે. દરેક પોતાના નસીબ પ્રમાણે ભોગવે છે, તો રામ પણ ભોગવશે. તમે અમારું કામ કરી દો.

દેવી સરસ્વતી દેવતાની વાત માનીને ચાલ્યા તો ગયા, પરંતુ તેઓ વિચારી રહ્યા હતા કે દેવતાઓનો નિવાસ ઉચ્ચ છે પણ તેમની બુદ્ધિ ઓછી છે. તેઓ બીજાની ખુશી જોઈ શકતા નથી.

સરસ્વતીએ મંથરાની બુદ્ધિ ફેરવી દીધી અને રામનો રાજ્યાભિષેક અટકી ગયો.

બોધપાઠ: અહીં સરસ્વતીએ એક ટિપ્પણી કરી કે, મોટા લોકો, ઓછી બુદ્ધિ. ક્યારેક એવું થાય છે કે, અમુક લોકો બીજાનું સુખ જોઈ શકતા નથી અને આથી બીજાનું કામ બગડવાના પ્રયત્નો કરે છે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે, સ્વાર્થનો ભાવ દરેકમાં હોય છે, પરંતુ તેનો ખોટી રીતે ઉપયોગ ના કરવો જોઈએ. બીજાની ખુશીમાં ભલે સામેલ ના થઈ શકીએ, પરંતુ બીજાના દુઃખનું કારણ ના બનવું જોઈએ.