• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj No Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, If We Have Rights Then We Should Not Misuse Our Rights, Story Of Raja Janak

આજનો જીવનમંત્ર:જો આપણી પાસે અધિકાર હોય, તો ક્યારેય તે અધિકારનો ખોટો ઉપયોગ ના કરવો જોઈએ

12 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: એક રાજાના રથની આગળ સૈનિક ચાલી રહ્યા હતા અને રાજાનો રથ સરળતાથી આગળ નીકળી શકે, આથી લોકો રસ્તા પરથી સાઈડમાં ખસી રહ્યા હતા. તે રસ્તા પર સામાન્ય લોકોની અવર-જવર રહેતી હતી. સૈનિક રાજાની સુરક્ષા માટે લોકોને હટાવી રહ્યા હતા ત્યારે તેઓ પોતાની મર્યાદા ખોઈ દેતા હતા અને લોકોને ધક્કા મારતા હતા. આ રીતે રસ્તા ખાલી કરાવતા હતા.

તે રાજા હતા, સીતાજીના પિતા જનક. તે જગ્યા હતી જનકપુર. રાજા ખૂબ વિદ્વાન હતા. તે સમયે જ્યારે લોકોનો ધક્કા મારવામાં આવી રહ્યા હતા ત્યારે એક સાધુ પણ તેમાં સામેલ હતા. તેમનું શરીર થોડું આડું-અવળું હતું. તેમને અષ્ટાવક્રના નામથી ઓળખવામાં આવતા હતા. સૈનિકોએ અષ્ટાચક્રને ધક્કો મારીને રસ્તા પરથી હટાવવાના પ્રયત્નો કર્યા.

અષ્ટાચક્રએ કહ્યું, અમે અહીંથી નહિ ખસીએ.

સૈનિકોએ કહ્યું, કેમ નહીં ખસો? સામેથી રાજા આવી રહ્યા છે.

અષ્ટાચક્રએ કહ્યું, એક રાજાની સવારી માટે સામાન્ય લોકોને કેમ રોકવામાં આવી રહ્યા છે? આ કામ રાજાએ ના કરવું જોઈએ. હું તમને એટલા માટે રોકી રહ્યો છું કારણકે એક સાધુનું કર્તવ્ય હોય છે કે, રાજ વ્યવસ્થામાં કોઈ પણ દોષ હોય તો તે દૂર કરે. આથી હું કહું છું, આ યોગ્ય નથી. આ રથ પર બેઠેલા રાજાને આ સંદેશો આપી દો.

આ સાંભળતાની સાથે જ અષ્ટાચક્રને કેદી બનાવી લીધા અને તેમને રાજા જનક પાસે લઇ ગયા. રાજા જનકે આખી ઘટના સાંભળીને કહ્યું, સૌપ્રથમ તો તેને મુક્ત કરો. તમે બધા તેમની માફી માગો અને હું પણ તેમની માફી માગું છું. આ મૂર્ખતાભરેલું કામ છે. આપણી વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને તકલીફ થઈ છે. આમને પ્રમાણ કરો અને વ્યસવ્થા સુધારવાનો મોકો આપવામાં આવે. હું તમને વિનંતી કરું છું કે તમે અમારા રાજગુરુ બની જાઓ.

બોધપાઠ: જો આપણી પાસે અધિકાર છે તો તેનો ખોટો ઉપયોગ ના કરવો જોઈએ. શાસન, પ્રશાસન, નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓની જવાબદારી હોય છે કે સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેનો લાભ બધાને મળે.