આજનો જીવનમંત્ર:ગુરુ પર ભરોસો અને સમર્પણ ભાવ રાખશો તો સારાં ફળ ચોક્કસ મળે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા: ગુરુનાનક દેવ અને લહિણાનો વ્યવહાર જોઇને બધા ચોંકી જતા હતા. લહિણા ગૃહસ્થ હતા. એકવાર તેમણે પોતાના ગામમાં મધુરવાણીમાં અમુક પંક્તિઓ સાંભળી. તેમણે ગાનારાને પૂછ્યું, આ કોણે લખી છે?

ગાનારા ભાઈએ કહ્યું, આ ગુરુનાનક દેવની પંક્તિઓ છે. લહિણાએ વિચાર્યું કે મારે ગુરુનાનકને મળવું જોઈએ. તેઓ પરિવાર સાથે ગુરુનાનકને મળવા પહોંચ્યા. જ્યારે ગુરુ નાનકે લહિણા સાથે વાત કરી તો લહિણાએ કહ્યું, હું બધું છોડીને અહીં જ રહેવા માગું છું.

નાનકે કહ્યું, જેમનો પરિવાર હોય છે, તેમણે પોતાની પ્રાથમિકતા જાતે નક્કી કરવી જોઈએ. યોગ્ય સમય આવશે, ત્યારે આવજે.

લહિણા ઘરે પરત આવી ગયો પણ તેનું મન કામમાં લાગતું નહોતું તે ફરીથી ગુરુનાનક પાસે પહોંચી ગયો. આ સમયે ગુરુનાનક રોજ લહિણાની પરીક્ષા લેતા હતા. ઘાસનો ખડકલો, જે સામાન્ય માણસ ઉપાડી ના શકે તે લહિણા સાથે ઉઠાવતા. ક્યાંક કાચી દીવાલ પડી જાય તો ફરીથી બનાવડાવતા. બધા વિચારતા કે ગુરુજી લહિણાને આદેશ કેવી રીતે આપી શકે છે?

ગુરુ અને શિષ્ય વચ્ચે સૌથી મોટી વાત એ હતી કે, લહિણા તેના ગુરુના દરેક આદેશનું પાલન કરતા હતા અને કામમાં સફળ પણ થતા હતા. એક દિવસ બધા ચોંકી ગયા, ગુરનાનકે લહિણાનું નામ ગુરુ અંગદ રાખ્યું અને પોતાની ગાદી સોંપી દીધી. આ સિખ ધર્મના બીજા ગુરુ હતા.

અંગદ ગુરુ બન્યા ત્યારે તેઓ કહેતા કે, મારી પાસે જે પણ છે, તે બધું ગુરુનું આપેલું છે.

બોધપાઠ: ગુરુનાનક અને લહિણાના વ્યવહારમાંથી આપણને સીખ મળે છે કે, ગુરુ પ્રત્યે ભરોસો અને સમર્પણ ભાવ હોવો જોઈએ. જે શિષ્યો ગુરુના આદેશોનું પાલન કરે છે, તેમને સારાં ફળ ચોક્કસ મળે છે. ભરોસો અને સમર્પણ આપણા જ ગુણ છે.