તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:પતિ-પત્નીનાં લક્ષ્ય અલગ હોઈ શકે છે, બંનેએ એકબીજાનાં લક્ષ્યનું સન્માન કરવું જોઈએ

13 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: મીરાંબાઈનાં લગ્ન રાણા કુંભા સાથે થયાં હતાં. રાણા કુંભાબે ભોજરાજ નામથી પણ ઓળખવામાં આવે છે. મીરાબાઈના લગ્ન તો થઈ ગયા, પરંતુ તેઓ બાળપણથી કૃષ્ણની ભકિતમાં તરબતોળ થઈ ગયાં હતાં. એકવાર મીરાની માતાએ સમજાવવા માટે કહી દીધું હતું કે, કૃષ્ણ જ તારો પતિ છે. એ પછીથી મીરાં કૃષ્ણને જ પોતાનું બધું માનતી હતી.

જ્યારે મીરાબાઈના વિવાહનો અવસર આવ્યો તો મીરાએ મનુષ્ય સાથે લગ્ન કરવાની ના પાડી, પરંતુ પરંપરા હતી, ઘરનાં લોકોનું દબાણ હતું આથી તેમના લગ્ન રાણા કુંભા સાથે થઈ ગયા. જે ઘરમાં મીરાનાં લગ્ન થયાં તે ઘરનાં કુળદેવી તુલજા ભવાની હતાં. બધા દુર્ગાને પૂજતા હતા.

મીરાંએ કહી દીધું હતું કે, હું તો કૃષ્ણની જ પૂજા કરીશ. બધા મીરાંનો વિરોધ કરવા લાગ્યા. મીરાંની નણંદે ભાઈ રાણા કુંભાને કહ્યું, ઘરનું કામ તો મીરાં સારી રીતે કરી લે છે, પરંતુ રાતે મંદિરમાં જતી રહે છે અને દરવાજો બંધ કરી લે છે. કોઈ ગુપ્ત પ્રેમ તો નથી ને?

અડધી રાત્રે ભાઈ-બહેન મંદિરમાં ગયાં. મંદિરમાં મીરાં કૃષ્ણની મૂર્તિ સામે બેસીને ભજન ગાઈ રહી હતી અને વાતો કરી રહી હતી. ક્રોધમાં આવીને રાણાએ દરવાજો તોડી નાખ્યો અને બંને ભાઈ-બહેન મંદિરમાં ગયાં તો જોયું કે મીરાં બેઠી છે અને એકીટશે કૃષ્ણને નિહાળી રહી હતી.

રાણાએ મીરાંને પૂછ્યું, તું કોની સાથે વાત કરે છે? અહીં કોણ હતું?

મીરાંએ કૃષ્ણ તરફ ઈશારો કરીને કહ્યું, આ જ મારું સર્વસ્વ છે.

જે ભક્તિમાં ડૂબીને મીરાંએ આ વાત જાહી હતી, રાણા સમજી ગયા કે આ સ્ત્રી અદભુત છે. એ પછી રાણાએ જીવનભર પતિના રૂપે મીરાંની ભક્તિમાં સાથ આપ્યો.

બોધપાઠ: પતિ-પત્ની એમ બંનેનાં લક્ષ્ય અલગ હોઈ શકે છે. જો પતિ-પત્ની એકબીજાનાં લક્ષ્ય, ભાવ અને પસંદ-નાપસંદ સમજી લેશે તો આ સંબંધ જીવનભર રહેશે. નાના મતભેદને લીધે સંબંધ તોડવો ના જોઈએ. મતભેદ દૂર કરો અને સંબંધ નિભાવો.